તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:પૂરતું પાણી મળતાં સાણંદ તા.માં ઉનાળુ પાકોના વાવેતરમાં વધારો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નળકાંઠાંના 32 ગામોમાં સિંચાઈ માટે પાણી આપવામાં સરકાર ગંભીરતા દાખવે તો આ આંકમાં અનેક ગણો વધારો થશે

સાણંદ તાલુકામાં ચાલુ વર્ષે સમયસર સિંચાઈ માટે પાણી મળવાને કારણે ઉનાળુ વાવેતરમાં મોટા પ્રમાણમાં વધારો નોધાયો છે. વળી આ ઉનાળુ સિઝનમાં પણ ખેડૂતોને સતત પાણી મળવાને કારણે આ વર્ષે ખેડૂતો ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા. સાણંદ તાલુકા ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યું કે સાણંદ તાલુકમાં આ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાને કારણે ઉનાળુ વાવેતરમાં મોટા પ્રમાણમાં વધારો નોધાયો છે. અગાઉના વર્ષોમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે અનેક રજૂઆતો કરી પરંતુ સિચાઈ માટે સમયસર પૂરતા પ્રમાણમાં પાણી નહિ આપવાના કારણે ઉનાળુ સીઝનમાં ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યું હોવાનું અનેક વખત સામે આવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં નોંધ પાત્ર વધારો જોવા મળ્યો છે.

ગત વર્ષે સાણંદ વિસ્તારમાં મુખ્યત્વે ઉનાળુ ડાંગરનું 640 હેકટરમાં વાવેતર થયું હતું. જે આ વર્ષે 8965 હેકટરમાં થયું છે આજ રીતે મગ તેમજ શાકભાજીનું વાવતેર વધ્યું છે. અત્રે નોંધપાત્ર છે કે આ જ રીતે સાણંદ તાલુકાના છેવાડાના નળકાંઠાના 32 ગામોમાં સિંચાઈ માટે પાણી આપવા જો સરકાર ગંભીરતા દાખવે તો આ આંકમાં અનેક ગણો વધારો થવાની અનેક શક્યતાઓ રહેલી છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. અગાઉ પાણી સમયસર મળતું ન હોવાથી ખેડૂતો ખેતી કરી શકતા ન હતા. જેથી પાકનું વાવેતર પણ ઘટી ગયું હતું જ્યારે હવે સ્થિતિ બદલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...