વિકાસ કાર્યોને વેગ મળશે:સાણંદ શહેરની સોસાયટીમાં અધૂરાં કામો પૂર્ણ કરાશે

સાણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સહિતનાં પેંડિગ કામો કરાશે

સાણંદ કે જે ઔદ્યોગિક નગરી બન્યા છતાં આજદિન સુધી માળખાકીય સુવિધાઓને પામ્યું નથી, એવી પાયાની માળખાકીય સુવિધાઓ માટે અને અન્ય વિકાસ કાર્યો માટે ભાજપના ડેલિગેશને સાંસદ અમિત શાહ કાર્યાલય અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લઈને રજૂઆતો કરતાં કામોનું ટેન્ડરિંગ શરૂ થઇ જતા આગામી દિવસોમાં સાણંદમાં વિકાસ કાર્યોને વેગ મળશે.

સાણંદ નગરપાલિકા વિસ્તારના અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ તથા જુદી જુદી સોસાયરીઓના આર.સી.સી રસ્તા અને પેવર બ્લોકના જનભાગીદારીના પેંડીગ કામો માટે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદfપસિંહ વાઘેલાની આગેવાનીમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ નેહલબેન કે શાહ, ઉપપ્રમુખ જયેશભાઈ ભીખાભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ વાઘેલા ચેરમેન સ્ટેન્ડિગ કમિટી, કિરીટસિંહ સોલંકી ચેરમેન બાંધકામ સમિતિ,

નરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સાંસદ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના કાર્યલય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લઈ કરવામાં આવેલ રજૂઆતને પલગે ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ દ્વારા સાણંદ ગામતળના અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કના રૂ.૧૧૬૪ લાખની રકમના કામનું ટેન્ડરિંગ થઈ ગયેલ છે. સરકાર તરફથી જુદી જુદી 15 સોસાયટીના આરસીસી રસ્તા તથા પેવર બ્લોકના રૂ.૨૫૫ લાખ ના કામોની મંજૂરી પણ આપવામાં આવેલ છે. આગામી દિવસોમાં વિકાસના કામો શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...