તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:સાણંદમાં ત્રણ દિવસમાં 6763 જણે કોરોના વિરોધી રસી લીધી

સાણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાણંદ તાલુકામાં અત્યાર સુધી કોરોનાના 1030 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાંથી 22 સારવાર હેઠળ, શનિવારે શહેર અને તાલુકામાં 8 કેસ પોઝિટિવ

સાણંદ શહેરમાં કોરોનાને હરાવવા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેને લઈને ત્રણ દિવસમાં 45 વર્ષથી વધુ વયના 6763 લોકોએ કોરોનાને હરાવવા માટે વેક્સિન મુકવી હતી. અત્યાર શહેર અને તાલુકામાંથી કુલ 29525 લોકોએ કોરોના વિરોધી રસી મુકાવી હતી.

રાજ્યમાં વધતા જતા કોરોના કેસોને અટકાવા સરકાર દ્વારા કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સાણંદ શહેરમાં આરોગ્ય વિભાગે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લોકોને સરળતાથી મળી શકે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં યોજાતા વેકસીન કેમ્પમાં 45 વર્ષથી વધારે વયના 6763 લોકોએ વેક્સિન લીધી હતી. જયારે અત્યાર સુધીમાં સાણંદ શહેર અને તાલુકાના અગલ અગલ ગામોમાંથી કુલ 29525 લોકોએ કોરોના વિરોધી વેક્સિન મુકાવી અને આ વેક્સિન સુરક્ષિત અને સલામત હોવાનો સંદેશો આપ્યો છે. તેમજ લોકો ખાસ લાભ મેળવે તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.

બીજી તરફ સાણંદ તાલુકામાં અત્યાર સુધીમાં 1030 કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે જેમાંથી માત્ર 22 દર્દી સારવાર હેઠળ છે. શનિવારે સાણંદ શહેરમાં 3 અને તાલુકાના શેલા ગામે 5 કોરોના પોઝીટીવના નવા કેસો નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગની ખાસ ઝુંબેશથી અત્યાર સુધીમાં સાણંદમાં 29525 લોકોએ કોરોના વિરોધી વેક્સિન મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો