એલસીબીએની કામગીરી:ગૌવંશનું માંસ અમદાવાદ શહેર પહોંચાડવાના કૌભાંડમાં 1 ઝબ્બે

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય શહેરોમાંથી ગૌવંશ ચોરીને અણદેજમાં લવાતાં હતાં, 5 ફરાર

અણદેજ ગામની સીમમાં ગૌવંશને ક્રૂરતાથી કાપી માંસને અમદાવાદમાં મોકલવાનું કૌભાંડ પકડાયું છે. ગ્રામ્ય એલસીબીએ રેડ કરી એક ઈસમને પકડી લીધો હતો જ્યારે 5 શખસ ફરાર થઈ ગયા હતા. અણદેજની સીમમાં અનવર અલી વાઘેલાના ખેતરમાં રાત્રિના સમયે અણદેજ, આમદવાદ અને ધોળકાના કેટલાક ઇસમો કારમાં ગૌવંશની ચોરી કરી લાવી કાપીને તેના માંસને મદાવાદ પહોંચાડતા હોવાની બાતમી મળી હતી, જેથી ગ્રામ્ય એલસીબીએ બુધવારે રાત્રે 2:30 કલાકે રેડ પાડી હતી.

પોલીસને જોઈ કેટલાક લોકો ભગવા લાગેલાં પોલીસે પીછો કરીને એક આઈ-20, એક મહિન્દ્રા પિકઅપ ડાલુ અને એક ઈસમ પકડાઈ ગયો હતો જ્યારે ઇનોવા કાર લઈને કમરૂદિન ઉર્ફે લાલીયો રંડિ મહેબૂબ મીર (રહે.ધોળકા) ભાગી ગયો હતો. પોલીસે અન્ય ઈસમ આસિફ ઉર્ફે લાલીયો રઈસઅહેમદ ગુલામ ફારૂક કાનુંગા (રહે. જુહાપુરા)ને પકડી લીધો હતો.

પોલીસે રેડ કરી ત્યાં થોડે આગળ એક ખાડામાં ગૌવંશ કાપી તેના ચામડા, શિંગડા નાખેલ હતા. આ પડ્્યંત્રમાં કમરૂદિન, અને અનિસ (રહે. સુંદરમ્ પાર્ક, બાપુનગર), જબ્બાર (રહે.અણદેજ) તથા બીજા અન્ય માણસો જેના નામ ઠામ તેને આવડતા નથી તે ગૌવંશ કટિંગ કરી તેનું વેચાણ કરવાનું પડયંત્ર ચલાવતા હતા જેમાં મરૂદિન ઉર્ફે લાલીયો રંડિ મહેબૂબ મીર તથા તેના માણસો ઇનોવા ગાડીમાં અલગ અલગ જગ્યાએથી રાત્રિના સમયે ગાય વાછડા ચોરી કરી લાવતો હતો અને જબ્બાર નામના ઇસમે ગાય વાછર્ડા કાપવા માટે જગ્યા ખેતરના માલિક સાથે સાંઠગાઠ કરી આપવેલ હતી.

ગાય-વાછરડાનું કટિંગ કામ ચાલુ હોય ત્યારે આજુબાજુમાં પેટ્રોલીંગ કરતો હતો. અને વસીમ નામનો ઈસમ ગાયવાછરડાને કાપવાનું કામ કરતો હતો. અને ઉપરોક્ત ઇસમો મળી અણદેજ ગામની સિમમાં થોડાક સમયથી ગાય વાછરડા કાપવાનું કામ કરતાં અને તેના ચામડા અને શિંગડા નજીકના ખાડામાં નાખતા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યુ હતું જેને લઈને પોલીસે બે વાછરડા જેની કિં.10 હજાર, 2 મોબાઈલ, કાર, છરા, મળી કુલ રૂ.7,20,000નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈસમ સહિત ફરાર 5 ઇસમો મળી કુલ 6 ઇમસો વિરુદ્ધમાં સાણંદ પોલીસમાં ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...