હુમલો:મખિયાવની જમીન મામલે બે ખેડૂતોએ માલિકને લાફા માર્યા

સાણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાલિક 25 વીઘામાં વાવેલી ડાંગર જોવા ગયા ત્યારે કુંવારના ખેડૂતોએ ધમકી આપતાં પોલીસ ફરિયાદ

અમદાવાદ સેટેલાઇટ ખાતે રહેતા મૂળ સાણંદના શેઠ પરિવારના ખેડૂતને માખીયાવ ગામની સીમમાં આવેલી 25 વીઘા જમીનની માલિકી બાબતે લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કુંવારના બે ખેડૂતો વિરુદ્ધ સાણંદ પોલીસમાં ગુનો નોંધાયો છે.

બનાવની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ મૂળ સાણંદના અને હાલ સોમેશ્વર બંગલો સેટેલાઇટ અમદાવાદ ખાતે રહેતા હેતલભાઈ બિપીનચંદ્ર કુમારપાળ શેઠ સાણંદના માખીયાવ ગામની સીમમાં આવેલી પોતાના મમ્મી રસીલાબેનની માલિકીની 25 વીઘા જમીનમાં ડાંગર વાવી હોઈ જોવા ગયા હતા. ત્યારે અગાઉ જેની પાસેથી 2006માં જમીન રાખી હતી. તે ખેડૂતોના વારસદારો રામદેવભાઈ દમાભાઈ કો પટેલ અને દશરતભાઈ વાડીલાલ કો પટેલ કોદાળી લઈને આવ્યા હતા અને જમીનની માલિકી બાબતે હેતલભાઈ સાથે બોલાચાલી કરી અને આ જમીનના વારસદારો અમે છીએ હવે અહીં ખેતી કરવા આવતા નહીં તેમ કહી હેતલભાઈને લાફો મારી ધમકી આપતા હેતલભાઈ શેઠે ઉપરોક્ત બંને વિરુદ્ધ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમીનની માલિકી ધરાવતા માલિકને જ જેમ તેમ બોલીને ધમકાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. માખિયાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે ખેડૂત તથા માલિક વચ્ચે બોલાચાલી થઇ હતી. જ્યારે જમીન માલિક તેમની જમીનમાં રોપણી કરેલી ડાંગર જોવા માટે ગયા ત્યારે કુંવાર ગામના ખેડૂતો કોદાળી સાથે ત્યાં ધસી આવ્યા હતા અને માલિકને ગમે તેમ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.