ફરિયાદ:સનાથલમાં ઉછીના આપેલા નાણાં સીધી રીતે આપવાનું કહેતા યુવકને માર માર્યો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષોએ પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાવી

સાણંદના સનાથલ ગામે ઉછીના આપેલા 200 રૂપિયા માગતા ઇસમે બસો રૂપિયા ફેકતા સીધી રીતે રૂપિયા આપવાનું કહેતા ઈસમ ઇશ્કેરાઈ જઈ બોલાચાલી કરી તેનું ઉપરાણું લઈ અન્ય 5 ઇમસો આવી યુવકને માર માર્યો હતો. જેને લઈને સમગ્ર ઘટના અંગે કુલ 6 ઇસમો સામે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 8 જુલાઇને રાત્રે 9 કલાકે સાણંદના સનાથલ ગામે રહેતા વિશાલ ધીરજભાઈ સોલંકીએ તેના જ ગામના કરણ અશ્વિનભાઈ વાઘેલા પાસે ઉછીના આપેલ રૂપિયા 200 માગતા કરણે બસો રૂપિયા વિશાલ ઉપર ફેંકતા વિશાલે કહેલ કે મે તને આવી રીતે રૂપિયા આપેલ ન હોતા તેમ કહેતા કરણે નીચેથી રૂપિયા લઈ વિશાલ ને આપી તેની સાથે બોલા ચાલી કરવા લાગેલ કે લે તારા રૂપિયા અને હવે પછી અહીંયા આવતો નહિ એમ કહી આ કરણે તેની સાથે ઝગડો કરવા લગતા.

કરણનું ઉપરાણું લઈ અમનભાઈ જગદીશભાઈ, ભોલા ભાઈ અમિતભાઈ, ભાવેશભાઈ ભવાનભાઈ તેમજ ગિરીશભાઈ મોહનભાઈ (તમામ વાઘેલા) આવી ગયેલ તમામ માણસો એક સંપ થઈ વિશાળને શરીરે ગડદા પાટુનો માર મારતા વિશાલ ત્યાથી ભાગી ગયેલ હોવાની વાત જગદીશભાઈ ચતુરભાઈ સોલંકીને જાણ થતાં તેઓએ આ માણસોને કહેલ કે કેમ ઝઘડો કરો છો તેમ કહેવા જતાં તમામ માણસોએ જગદીશભાઈ સાથે ઝગડો કરી મારા મારી કરી હતી તેમજ ઇન્દુબેન ધીરજભાઈ સોલંકી આવી જતા તેમની સાથે ઝપાઝપી કરી મૂઢ ઇજાઓ કરી હતી.

ઝઘડાનો અવાજ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં ઉપરોક્ત તમામ માણસો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.સમગ્ર ઘટનાને લઈને જગદીશભાઈ ચતુરભાઈ સોલંકીએ ચંગોદર પોલીસમાં ઉપરોક્ત 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરતાં તમામ વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...