કાર્યવાહી:સનાથલમાં ચૂંટણી સમયે બબાલ કરતાં 4 વિરુદ્ધ ગુનો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બોગસ મતદાનની શંકાએ બૂથ એજન્ટે બહાર નીકળી જવાનું કહેતા માર માર્યો

સાણંદ તાલુકાના સનાથલમાં ચૂંટણી સમયે બૂથમાંથી બહાર નીકળી જવાનું કહેતા મારામારી કરનાર ચાર ઈસમો વિરુદ્ધ ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તાપસ શરુ કરી છે. પોલીસ ચોપડે નોંદયેલ વિગતો મુજબ ગત 19 ડિસેમ્બરના રોજ સાણંદ તાલુકાના સનાથલ ગામે ચૂંટણી ચાલુ હતી દરમ્યાન બુથ નંબર 1માં પ્રવિણસિંહ ધીરૂભા ચૌહાણના દીકરા રાજેન્દ્રસિંહ બુથ એજન્ટ તરીકે ઉપસ્થિત હતા.

ત્યારે આ જ ગામના ચાર ઈસમો બલરાજ ઉર્ફે બલીયો વિક્રમસિંહ ચૌહાણ , જયવિજયસિંહ ઉર્ફે લાલો રણજીતસિંહ ચૌહાણ , અનિલસિંહ હનુભાઈ ચૌહાણ , રાજદીપસિંહ ઉર્ફે પદિયા જસુભાઈ ચૌહાણ વી આવતા રાજેન્દ્રસિંહને તેઓ બોગસ વોટિંગ કરાવવા આવ્યા હોવાનું જણાતા બુથની બહાર નીકળી જવાનું કહેતા બુથની બહાર શાળાના કમ્પાઉન્ડમાં ચારેય ઈસમોએ રાજેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરી હતી અને રાજેન્દ્રસિંહ સાથે ઝપાઝપી કરી મોઢા તથા શરીરના ભાગે ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને લઇ વિસ્તારમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...