તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યાનો પ્રયાસ:સાણંદના વનાળિયા ગામે દૂધની બાકી ઉઘરાણી મુદ્દે પશુપાલકે ઝેરી દવા પીધી

સાણંદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદના પાલડીનો શખ્સ નાણાં ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, સાણંદ જીઆઇડીસી પોલીસે 2 સામે ગુનો નોંધ્યો

સાણંદ તાલુકાના વનાળિયાં ગામે રહેતો પશુપાલક યુવાનને અમદાવાદના વેપારીએ દૂધની બાકી ઉઘરાણીના લેણાં પરત નહિ આપી ધમકી આપતા આ યુવાને સોમવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. આ બનાવ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બનાવની પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ સાણંદ તાલુકાના વનાળિયાં ગામે રહેતા નવઘણભાઇ મેઘાભાઈ કો. પટેલ પોતે દૂધનો વેપાર કરે છે. આસપાસના ગામોના પશુપાલકોનું ઢઢું ઉઘરાવી અમદાવાદ વેપારીને વેચાણ કરે છે. તેઓ નિયમિત છેલ્લા ત્રણ વર્ષથી પાલડી અમદાવાદના દયાશંકર રાજકારણ યાદવને દૂધ વેચે છે. જેમાં આ વેપારી અમુક પૈસા આપતો અને અમુક બાકી રાખતો હતો.જેમાં આ વેપારી પાસે નવઘણભાઇને 1.94.232ની ઉઘરાણીના નાણાં બાકી નીકળતા હતા. જેની વારંવાર ઉઘરાણી છતાં વાયદા આપતો હતો.

નવઘણભાઈને પૈસાની જરૂર પડતા પાલડી ખાતે દયાશંકરના ત્યાં ઉઘરાણી માટે જતા દયાશંકર અને તેના પુત્ર નરસિંહે નવઘણભાઈને પૈસા આપવાની ના પાડી, ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને કારણે પૈસાની ચિંતામાં નવઘણભાઇ ટેન્શનમાં આવી જતા સોમવારે સવારે 10 કલાકે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવની જાણ સાણંદ જીઆઇડીસી પોલીસને કરાતા પોલીસે દયાશંકર અને તેના પુત્ર નરસિંહ યાદવ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. અમદાવાદના પાલડીમાં રહેતો વેપારી નવઘણભાઇને બાકીના નાણાં ન આપી ધમકી આપતો હતો. જેથી દૂઘના વેપારીને લાગી આવતા તેઓએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો