તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાણંદના તેલાવ ગામે મહિલાના પ્રેમીએ પતિને છરાના ઘા માર્યા

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદનો યુવક ભાડે રહેવા આવતા પ્રેમસંબંધ બંધાયો હતો, 3 વર્ષ પહેલા યુવતી પ્રેમી સાથે બોટાદ રહેવા જતી રહી હતી, બાદ પરત આવી ગઇ હતી

સાણંદના તેલાવ ગામે રહેતો યુવકે અંદાજે 15 વર્ષ પહેલા બંગાળ રાજ્યની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી કર્યા હતા. યુવકની પત્ની સાથે તેના ઘરે ભાડે રહેતા બોટાદના ઇસમ સાથે પ્રેમ સંબંધ થતા સવા વર્ષ પહેલા બંને ભાગી ગયા હતા. અને પાછી પત્ની તેના પતિના ઘરે આવતા પત્નીના પ્રેમીએ પતીને છરો ઝીકી દેતા સમગ્ર સાણંદ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. જેને લઈને સાણંદ પોલીસે બોટાદના ઇસમ વિરૂદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર વિગત પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાણંદ તાલુકાના તેલાવ ગામે રહેતા હસમુખભાઈ ઉર્ફે ડાયો (ઉ.વ.30)ના પ્રેમ લગ્ન બંગાળ રાજ્યની કામીની બેન ઉર્ફે પાયલબેન સાથે થયા હતા. તેઓને સંતાનમાં 1દીકરી અને 1 દીકરો છે. બે વર્ષ પહેલા બોટાદ ગામના અંકિતભાઈ ભરતભાઈ વરાળીયા તેના પરિવાર સાથે તેલાવ ગામે હસમુખભાઈના મકાનમાં ભાડેથી રહેવા માટે આવ્યા હતા.

તે દરમિયાન હસમુખભાઈની પત્ની કામીબેન ઉર્ફે પાયલબેન સાથે અંકિતભાઈ વરાળીયાને પ્રેમ સંબંધ થતા એક વર્ષ પહેલા કામીબેન અને અંકિતભાઈ વરાળીયા બંને ઘરેથી જતા રહ્યા હતા અને બોટાદ રહેતા હતા. ત્રણ મહિના પહેલા તેના પતિના ઘરે પરત આવી હતી. જેથી અંકિત વરાળીયા અવાર નવાર હસમુખભાઈની પત્ની કામીનીબેન ઉર્ફે પાયલબેનને તેની સાથે લઈ જવા દબાણ કરતો હતો. પરંતુ તેના પતિને બે સંતાન હોવાથી તે અંકિત સાથે જવા માંગતી ન હતી.ગુરુવારે બપોરે 12 વાગ્યા આજુબાજુ હસમુખભાઈ અને તેઓની પત્ની કામીનીબેન અને દીકરા સાથે તેઓના અન્ય ઘરે મકાન સફાઈ કરવા જતા હતા.

ત્યારે સાણંદના તેલાવ મહાદેવ મંદિર નજીક રોડ ઉપર અંકિતભાઈ ભરતભાઈ વરાળીયા(રહે.બોટાદ) ત્યાં આવેલો અને હસમુખભાઈને જાતિ વિષયક અપશબ્દો બોલી તું કેમ કામીનીને રાખે છે તેમ કહી ગાળો બોલતા હસમુખભાઈએ ગાળો બોલવાની ના પડતા અંકિતભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ કમરમાંથી છરી કાઢી હસમુખભાઈને જમણા પડખામાં છરીનો ઘા માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા હસમુખભાઈને સારવાર માટે સાણંદ સરકારી દવાખને લઇ જવા હતા ત્યાંથી તેઓની વધુ સારવાર માટે સોલા સિવિલ અમદાવાદ ખાતે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...