હંગામો:સાણંદના કપૂરવાસમાં આવશ્યક ચીજો નહિં મળતા ભારે હોબાળો

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કટેન્મેન્ટ ઝોનના સ્થાનિકોએ વીડિયો બનાવી વહેતો કર્યો

સાણંદમાં આવેલ કપૂર વાસમાં તાજેતરમાં પોઝિટિવ કેસ આવતા સમગ્ર વિસ્તારને કોરેન્ટાઇન ઝોન જાહેરમાં સ્થાનિકોએ જીવનજરૂરીયાત વસ્તુઓ નહીં મળતા હોબાળો કર્યો હતો. સાણંદના કપૂર વાસમા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય, વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી અને કપૂર વાસને કન્ટેનમેન્ટ ઝોન તંત્રએ જાહેર કરતા કપૂર વાસમાં પ્રવેશવાના અવરજવના તમામ રસ્તાઓ ફરતે પતરાઓ ગોઠવી સીલ કરવામાં ગત 23 તારીખના રોજ કરવામાં આવી છે જેને લઈને જીવનજરૂરીયાત વસ્તુઓ નહીં મળતા બુધવારે 15 ઘરો ના સ્થાનિકોએ હોબાળો કર્યો હતો અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. જેમાં સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોઈ જીવનજરૂરી વસ્તુઓ નથી મળી  જેથી તેઓને અનેક સમસ્યાઓ વેઠવી પડી રહી છે. આ અંગે કપૂરવાસના સ્થાનિક મહેશભાઈ ઠક્કરે  જણાવ્યું કે જીવન જરૂરી ચીજોમાં અમારા 15 પરિવારોને હાલાકી પડી રહી છે અમે બહાર નીકળી શકતા નથી અને કોઈ વસ્તુઓ લાવી આપતું નથી.

અન્ય સમાચારો પણ છે...