તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાણંદમાં વેરો ન ભરનારા 8 જણનાં પાણીના કનેક્શન પાલિકાએ કાપ્યાં

સાણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2020-21માં મિલકતધારકો પાસેથી 6.45 કરોડનો વેરો વસૂલવાનો બાકી હતો જેની સામે માત્ર 3.53 કરોડની જ વસૂલાત થઇ છે, 2500ને નોટિસ

સાણંદ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનાની શરૂઆત થતાં જ વેરા વસુલાત માટે કડક કાર્યવાહી કરાઇ રહી છે. પાલિકાની વેરા વસુલાતોની ટીમો બાકીદારો પાસે પહોંચીને વેરાની વસુલાતની કરાય રહી છે.જયારે અમુક મીલ્કત ધારકોને વેરો ભરવા નોટિસો આપી હોવા છતાંય પણ વેરાની ભરપાઈ નહીં કરતા તેઓના પાણીના નળના જોડાણો કાપવામાં આવી રહ્યાં છે.સાણંદ શહેરમાં ટેક્ષ બાકીદારો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. સાણંદ નગરપાલિકાની વેરા વસુલાતોની ટીમો બાકીદારો પાસે પહોંચીને વેરાની વસુલાતની કામગીરી હાથ ધરી છે.

પાલિકા પાસેથી સત્તાવાર મળતી માહિતી અનુસાર સાણંદ નગરપાલિકાએ વર્ષ 2020-21 માટે શહેરના મિલકતધારકો પાસેથી 6.45 કરોડનો ટેક્ષ વસુલવાનો હતો. જે પેટે પાલિકાને માત્ર 3.53 કરોડની જ વસુલાત થઇ હતી. પાલિકાએ 2.92૨ કરોડના વેરા વસુલવા માટે પાલિકાની ટીમોએ એક માસમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. અને 2500 જેટલા ટેક્ષ બાકીદારોને નોટીસ પાઠવી 15 દિવસમાં બાકી ટેક્ષ ભરવા સૂચનાઓ કરાઈ હતી.

પરંતુ 300 જેટલા ટેક્ષ બાકીદારોને નોટીસ પાઠવા છતાં પણ ટેક્ષ નહીં ભરતા તેઓના વિરૂદ્ધમાં પાલિકાએ મિલકતો સીલ કરવા અને પાણી કનેક્શન કાપવા અંગે વોરંટ ઈશ્યુ કર્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સાણંદ નગરપાલિકાએ વેરો ન ભરનાર 8 લોકોના પાણીના કનેક્શન કાપી નાખતા સમગ્ર સાણંદમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ આગામી દિવસોમાં સાણંદ નગરપાલિકા દ્વારા મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો