તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:સાણંદમાં વેપારીના રૂ. 20 હજાર ભરેલા થેલાની લૂંટ

સાણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લૂંટારુ હાથમાં આવ્યો પણ છરી બતાવી ફરાર

અમદાવાદના ભાગોળે આવેલ સાણંદમાં ફણસારના વાપરી સાંજે દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે બે લુટારુઓએ આશરે 20 હજાર રૂપીયા ભરેલ થેલા અને એક આઈપેડની લુંટ ચાલવતા વેપારીએ પ્રતિકાર કરતા છરી બતાવી પલાયન થઇ જતા સમગ્ર સાણંદ શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. બીજી તરફ વેપારીએ સાણંદ પોલીસમાં અરજી કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર વિગતો એવી છે કે શનિવારે સાણંદ શહેરમાં બસ સ્ટેશનથી બજાર રોડ ઉપર આવેલ જલારામ ફરસાણના વેપારી લખનભાઈ મનોજભાઈ ઠકકર સમી સાંજે 7 કલાક આસપાસ દુકાન બંધ કરી ઘરે જતા હતા. ત્યારે દુકાન આગળ બે અજાણ્યા ઇસમો બાઈક ઉપર આવી વેપારી એકટીવા ઉપર બેસવા જતા હતાં.

ત્યારે આશરે 20 હજાર રૂપિયા અને આઈપેડ રાખેલ બેગની લુંટ ચલાવી ફરાર થવાની કોશીશ કરતા વેપારીના કર્મચારીઓએ તેને પકડવાની કોશિશ કરતા ફિલ્મી દર્શ્યો સર્જાયા હતા. લુટારુને પકડવા જતા એક લુંટારુ નીચે પડી જતા 100 મીટર જેટલો બાઈક પકડી રોડ સાથે ઘસડાયો હતો અને અંતે નાળાની ભાગોળના ચાર રસ્તા ઉપર બાઈક ચાલક પડી જતા તેની પાછળ પડેલા વેપારી અને લોકોએ તેને પકડવા કોશીશ કરતા લુટારુએ છરી ઉગામતા લોકો ખસી જતા બંને લુટારુ રોકડ લઈને ફરાર થઇ જવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો