તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સાણંદમાં સોસાયટી સામે ગટરના પાણી ઉભરાતાં રહીશો પરેશાન

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યશપ્રકાશના રહીશોએ ગંદાં પાણીના નિકાલ માટેે આવેદન
 • નળ સરોવર રોડ પર આવેલી સોસાયટીના રહીશોની અનેક વખતની રજૂઆત છતાં સમસ્યા દૂર ન થતાં રહીશોમાં રોષ

વિકાસના કેપિટલ ગણાતા સાણંદ શહેરની યસ પ્રકાસ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરવાના કારણે રહીસો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા ફરીથી રહીશોએ સાણંદ નગરપાલિકાના ચીફ ઓફીસને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો તાકીદે નિકાલ કરવા માંગ કરી છે. સાણંદ શહેરના નળસરોવર રોડ ઉપર આવેલી યસ પ્રકાશ સોસાયટીમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા માટે સોસાયટીના રહીશો દ્વારા અનેક વખત પાલિકામાં રજૂઆત કરી છે. પરંતુ પાલિકા તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેમ છેલ્લા 9 મહિનાથી ગટરના પાણી ઉભરવાની સ્થિતિ ઠેરને ઠેર રહેતા ફરીથી સોસાયટીના રહીશોએ સાણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગટરના પાણીનું આજ દિન સુધી નિકાલ કરવાનું કોઈ આયોજન કરવામાં ન આવતા કેટલાક રહીશોએ તેમના ઘરના ગંદા પાણી આ ગટરોમાં નિકાલ કરવાનું શરુ કરી દેતા અને બાહ્ય નિકાલ ન હોવાના કારણે તે પાણી ગટરોના ઢાંકણા વાટે સોસાયટીમાં ઉભરાય છે અને ખુબજ દુર્ગધ ફેલાવના કારણે રહીશોને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સતાવી રહી છે. અનેક વખત સોસાયટીના વહીવટકર્તાઓ દ્વારા ગટરોના પાણી બહાર ન આવે તે માટે પ્લમ્બર બોલાવી પાણી બહાર ન આવે તે માટે તમામ પ્રયત્ન કર્યા. તેમ છતાં સ્થિત ઠેરની ઠેર રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો