રજૂઆત:સાણંદમાં કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા કાઢી આવેદનપત્ર પાઠવ્યું

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોને 4 લાખની સહાય આપવાની માગ સાથે મામલતદારને રજૂઆત કરી

સાણંદમાં કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા કાઢીને સાણંદના નાયબ મામલતદારને આવેદપત્ર પાઠવીને કોરોનાથી અવસાન થયેલ મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય સહીત અલગ અલગ માંગો રજૂઆત કરી હતી. રેલીમાં સાણંદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ, તાલુકા પંચાતના સદસ્ય તેમજ કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બુધવારે સવારે 11 કલાકે સાણંદના ગઢીયા ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા રાખવામા આવી હતી. સાણંદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય કિસ્મતકુમાર ગોહિલ સહિત કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને મોંધી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાયા યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.

યાત્રાનો હેતુ કોવિડથી અવસાન થયેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવિડગ્રસ્ત ટમટમ દર્દીઓના તમામ મેડિકલ બિલ્સની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ સાથે સાથે કોવિડ થી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ સાથેનું આવેદનપત્ર સાણંદના નાયબ મામલતદારને પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...