તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મોંઘવારી મુદ્દે સાણંદમાં કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે. કોંગ્રેસે પેટ્રોલ ડિઝલના ભાવ, બેરોજગારી, શાળા કોલેજોમાં વિદ્યાર્થીની 50% ફી માફીની માંગ સાથે વિરોધ નોંધાવી રેલી કાઢી સરકાર વિરુધ્ધ સુત્રોચાર કરી સાણંદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. સાણંદના ગઢિયા ચાર રસ્તા ખાતે આવેલી જૈન વાડીમાં શનિવારે સવારે 11 કલાકે કોગ્રેસના જન ચેતના કાર્યક્રમ અંતર્ગત સાણંદ કોગ્રેસની વિસ્તૃત કારોબારી મળી હતી. ખેડૂત, વેપાર ધંધા, શાળા કોલેજોમાં વિધાર્થી ની 50% ફી માફી, પેટ્રોલ ડિઝલના ભાવ, બેરોજગારી, આરોગ્યને લગતી સુવિધા માટે ઠરાવો કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ કોગ્રેસના આગેવાનો, કાર્યકરોએ મોંઘવારી, કોરોનામાં અવસાન પામેલાના પરિવારને 4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી, ભાવ વધારા અંગેના પ્લે કાર્ડ સહિત સરકાર વિરોધી સુત્રો સાથે સાણંદના ગઢિયા ચાર રસ્તાથી મુખ્ય હાઈવે ઉપર થઈ રેલી સ્વરુપે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

કાર્યક્રમમાં જીલ્લા કોગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા, પ્રદેશ પ્રતિનિધિ પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર, શહેર કોગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા, પ્રદેશ મંત્રી સર્વ ગૌતમભાઈ રાવલ, કાન્તિભાઈ પ્રજાપતિ, સંદિપસિહ વાઘેલા, દિલ કામદાર ખેડૂત આગેવાન રમેશભાઈ કો.પટેલ, યુવા કોગ્રેસના શક્તિસિંહ ઝાલા, તાલુકા પંચાયત સભ્ય કાળુભાઇ ઝોલાપુર, કિશોરસિંહ વાઘેલા, નીરુભાઈ, મનુભાઈ ગોહિલ, કિસ્મતભાઈ માણકોલ સહિત કોગ્રેસના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...