દુર્ઘટના:સાણંદ તાલુકામાં 1 જ દિવસમાં બે જગ્યાએ આગ ભભુકી

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘાસના ગંઠા અને પુરિયા બળીને ખાખ

સાણંદ શહેર અને તાલુકામાં સતત બીજા દિવસ આગ લાગવાની  ઘટના બની છે. સાણંદના નાના વિરમગામ ગામે ઘાસના ગંઠા ભરેલ વાડામાં અને સાણંદમાં આવેલ ભાવનાથ  સોસાયટીમાં એક મકાનના ધાબા ઉપર રાખેલ પુરિયામાં આગ ભભુકી.  સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાણંદ તાલુકાના નાના વિરમગામ ખાતે રહેતા હિંમતભાઈ હીરાભાઈ પટેલની ઘાસના ગંઠામાં  વહેલી સવારે 5:30 કલાકે અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી.

ફાયર વિભાગને કરતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો

આગની જાણ સાણંદ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાઈ  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવાના પ્રયાસો ચાલુ કર્યા આગની ઘટનામાં ફાયર વિભાગે 25 હજાર જેટલાં પાણીના જથ્થાનો મારો ચલાવ્યો હતો. અને 2 કલાકની મહા મહેનતે આગ ઓલવીને આગળ પ્રસરતા અટકાવી હતી.ઘટનામાં 10 હજાર ઘાસના ગંઠાઓ બાળીને ખાખ થઇ.અંદાજિત 5 લાખ જેટલું નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સાણંદ શહેરમાં આવેલ ભાવનાથ  સોસાયટી ખાતે એક  મકાન ઉપર પુરિયામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી જેની જાણ સાણંદ ફાયર વિભાગને કરતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે બનાવમાં કોઈ જાનહાની નહીં થાત સ્થાનિકોએ રાહતનો શ્વાસ  લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...