એડવાન્સ મિલકત વેરો:સાણંદમાં 61 દિવસમાં 10,200 લોકોએ એડવાન્સ વેરો ભરી રૂપિયા 22.76 લાખનું વળતર મેળવ્યું

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વળતરનો લાભ લેવા લોકોએ લાઇન લગાવી હતી. - Divya Bhaskar
વળતરનો લાભ લેવા લોકોએ લાઇન લગાવી હતી.
  • એડવાન્સ મિલકત વેરો ભરતા સાણંદ નગરપાલિકાને 2.34 કરોડની આવક

સાણંદમાં 2 દિવસમાં 10,200 આસામીએ નગરપાલિકામાં એડવાન્સ વેરો ભરી રૂ.22.76 લાખનું વળતર મેળવ્યું છે. એડવાન્સ મિલકત વેરો ભરતા સાણંદ નગરપાલિકાને આ વર્ષે રૂ. 2.34 કરોડની આવક થઇ છે. ઓનલાઇન વેરો ભરવા પર 10+5 ટકા વધુ વળતર આપ્યું હતું. જેને લઈને લોકોને ઓનલાઇન વેરો ભરવા માટે જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો.

સાણંદ નગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત અને વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકતધારકો માટે તા.1 એપ્રિલથી 31 મે સુધી રીબેટ એટલે કે વળતર યોજના શરૂ કરવામાં આવી છે. આ વળતર યોજના અંતર્ગત તા.31 મે સુધીમાં 10,200આસામીએ એન્ડવાન વેરો ભર્યો હતો અને મિલકત વેરામાં રૂ.24.76 લાખનું વળતર મેળવ્યું છે. તેમજ સાણંદ પાલિકાને રૂ.2.43 કરોડની મિકલત વેરાની આવક થઇ છે.

આ યોજના 11 દિવસ પહેલાં માત્ર 6656 લોકોએ વેરો ભર્યો હતો યોજના પુરી થવાના દિવસોમાં નજીક આવતા વધુ 3544એ વેરો ભર્યો હતો. આમ ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત તા.1 એપ્રિલથી 31 મે સુધીમાં મિલકત વેરાની કુલ રૂ.2.34 કરોડની વસૂલાત થવા પામી છે. સાણંદ પાલિકા દ્વારા 10200 વેરા ભરનારને કુલ રૂ.22.76 લાખ વળતર આપ્યું છે.

અંતે ઉલ્લેખનીય છે કે પાછળની બાકીમાં છેલ્લા 2 વર્ષથી વેરા નહીં ભરનાર સાણંદના અંદાજે 3500 લોકો સામે આગામી દિવસોમાં પાલિકા કડક હાથ કાર્યવાહી કરશે, જેમાં પાણી કનેક્શન, મિલકત જપ્તી, જાહેર સ્થળોએ બેનરોમાં નામો તેમજ ઢોલ વગાડી સ્થળ ઉપર જઈ નોટિસ ફટકારવાની કાર્યવાહી ધરે તો નવાઈ નહીં.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં કેટલાય લોકોની રોજગારી છીનવાઇ હોવાથી રાજ્ય સરકારે મિલકત વેરો ભરવામાં રાહત આપવા સાથે રાહત પણ આપી હતી. સરકારે વળતરની પણ જાહેરાત કરી હતી. જેના પગલે લોકોને ફાયદો થયો હતો. જેથી સાણંદના લોકોએ એડવાન્સ વેરો ચુકવી લાખોની રકમ બચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...