તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેંગ સક્રિય:સાણંદમાં કારના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય બની

સાણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાંથી 3 અને નિધરાડમાં 1 કારના 48 હજારના સાઈલેન્સરોની ચોરી થતા પોલીસ ફરિયાદ

સાણંદ અને તાલુકામાં ફરી એક વખત ઇક્કો ગાડીના સાઈલેન્સરોની ચોરી કરતી ગેંગ સક્રિય થવા પામી છે. સાણંદ શહેરની અગલ અગલ વિસ્તારમાંથી 3 અને નિધરાડ ગામમાંથી 1 ઇક્કો ગાડીના સાઈલેન્સરોની ચોરી થતા સમગ્ર સાણંદમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાણંદ તાલુકાના નિધરાડ ગામે રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા સુખદેવભાઈ કેશાજી ડાભીએ પોતાના ઘર આગળ ખુલ્લી જગ્યામાં 25 મેના સાંજે ઇકો ગાડી મૂકી હતી. બીજા દિવસે તેઓએ ગાડી ચાલુ કરતા ગાડીનો અવાજ થોડો બદલાયેલો લાગતા તેઓએ ઇક્કો ગાડીની તપાસ કરતા ગાડીનું સાઈલેન્સર હતું નહી.

જેથી તેઓએ સાઈલેન્સરની શોધખોળ કરતા મળી આવ્યું ન હતું. તેમજ ગત 25 મેના રોજ સાણંદ શહેરમાં આવેલા મોટી ગોલવાડ ખાતે રહેતા સંજયભાઈ કાળીદાસ રાણાને ઘરની આગળ ગાડી મુકવાની જગ્યા ન હોવાથી ઇક્કો ગાડી ઉમિયા પાર્કની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મૂકી હતી અને સાણંદની શાંન્તનું સોસાયટીમાં રહેતા યોગેશભાઈ કનુભાઈ પટેલ અને હિમાંશુભાઈ જેન્તીભાઈ ઠાકોરની બંને ઇક્કો ગાડી કોમન પ્લોટમાં મુકેલી તે ઇક્કો ગાડીનું સાઈલેન્સર કોઈ અજાણ્યો ચોરી ઇસમ કરી ફરાર થઇ જવા પામ્યા હતા. ગાડીમાંથી સાઈલેન્સર ચોરી થતા ગાડીના માલિકોએ તપાસ કરતા આજદિન સુધી મળી આવ્યું ન હતું. આમ સાણંદ શહેરમાંથી 3 ઇક્કો ગાડી અને નિધરાડ ગામેથી 1 ઇક્કો ગાડી મળી કુલ 4 ગાડીના 48 હજારના સાઈલેન્સરોની ચોરી થતા સમગ્ર ઘટનાને લઈને સુખદેવભાઈ કેશાજી ડાભીએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...