તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:સાણંદમાં અજાણ્યા શખ્સને ટક્કર મારી ફરાર થયેલો ટ્રકચાલક ઝડપાયો

સાણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રકચાલકે ટક્કર મારતાં અજાણ્યા વૃદ્ધનું મોત નીપજ્યું હતું

તાજેતરમાં સાણંદ પાસે હાઇવે પર હ્યુન્ડાઇ શો રૂમ સામે અજાણ્યા આઇશર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એક અજાણ્યા પુરૂષને ટક્કર મારી અકસ્માત કરી ગંભીર ઇજાઓ કરેલ જેમાં અજાણ્યા પુરૂષ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જેને લઈને સાણંદ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ, પોકેટ કોપનો ઉપયોગ કરી ફરાર પેટલાદના વિરોલસીના ચાલકને ઝડપી કાયદાના સાણસામાં લીધો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ગોહીલ, સાણંદ પોલીસ સ્ટેશને ગુનાઓ શોધવા માટે ટેકનીકલ સર્વેલન્સ, પોકેટ કોપ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેને લઈને તાજેતરમાં સાણંદ શહેરમાં સાણંદ-વિરમગામ હાઇવે રોડ પર હ્યુન્ડાઇ શો રૂમ સામે કોઇ અજાણ્યા ટ્રક ચાલકે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે એક અજાણ્યા પુરૂષ (ઉ.વ.60)ને ટક્કર મારી અકસ્માત કરી મોત નીપજ્યું હતું. જેને લઈને સાણંદ પોલીસે ગુના નોંધી આરોપીને ઝડપવા પો.સ.ઈ. જી. કે. ચાવડાનાઓએ તપાસ હાથ ધરી હતી.

જેમાં ટેક્નીકલ સર્વેલન્સ, પોકેટ કોપ તથા હ્યુમન સોર્સની મદદથી પ્રથમ મરણ જનારનું પૂરૂ નામ પરેશભાઇ મનુભાઇ સિધ્ધપુરા (પંચાલ) રહે.સાણંદના હોવાની માહિતી મેળવી અને તપાસ દરમ્યાન અકસ્માત જે વાહનથી બનેલ તે આઇશર નંબર મેળવી, પોકેટ કોપ દ્વારા તેના માલિક ભરતસિંહ ઉર્ફે ભગતસિંહ અમરસિંહ ચાવડા (ઉ.વ. 42 રહે. વિરોલસી, બસ સ્ટેન્ડ પાસે, તા.પેટલાદ, જી.આણંદ) સુધી પહોંચી માલિક પોતે જ આ આઇશરનો ચાલક હોવાનું તપાસમાં બહાર આવતા તેને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો