મતદાર યાદી સુધારણા અભિયાન:સાણંદમાં નવા 4146 મતદારે નામ નોંધાવી ફોર્મ ભર્યંા, 1003 નામ કમી થયાં

સાણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું

સાણંદમાં મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે માટે 1થી 21 નવેમ્બર દરમ્યાનમાં કાર્યક્રમ સાથે તા.14 અને 21 તારીખે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં 6128 લોકોએ મતદાર યાદી સુધારણાનો લાભ લીધો હતો. આ અભિયાન આગામી 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જેમાં તા.27 અને 28 નવેમ્બરે ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.

સાણંદ વિધાનસભા મતવિભાગના 293 મથકોએ બુથલેવલ ઓફીસરની હાજરીમાં 14 અને 21 નવેમ્બરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 1-1-22ના રોજ 18 વર્ષ પુરા થયા હોય તેવા યુવા મતદારોના નામ નોંધણી, સરનામામાં ફેરફાર, મતદાર ઓળખ પત્રમાં વિગતમાં કોઈ ભૂલ હોય તેમાં સુધારો વગેરેની કામગીરી કરવામાં આવી હતી. તેમજ જે લોકોનું અવસાન થવાથી નામ કમી, ફોટો બદલવો, અટકમાં સુધારો, સરનામામાં સુધારો સહિતની કામગીરી કરવામાં આવી હતી. મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો નવું નામ દાખલ કરવા 4146 લોકો, નામ કમી કરવા 1003 લોકો, મતદાન કાર્ડમાં સુધારામાં 979 લોકો મળી કુલ 6128 લોકોએ લાભ લીધો હતો. 18-19 વયના 875 યુવાનોએ મતદાર કાર્ડ માટે ફોર્મ ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...