આયોજન:સાણંદમાં 25 આંગણવાડીને નંદઘરમાં કાર્યાન્વિત કરાઇ

સાણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાનાં ૨૫ આંગણવાડી કેન્દ્રમાં પોષણ મેળાનું આયોજન

અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત નંદઘર પ્રોજેક્ટ અંતર્ગત અમલીકરણ નું કાર્ય ચેતના સંસ્થા અમદાવાદને સોંપવામાં આવ્યું છે.વર્તમાનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગ થી 11 રાજ્યો માં 2400 થી પણ વધારે નંદઘર નિર્માણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર અને અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકામાં 25 આંગણવાડી કેન્દ્રોને નંદઘરમાં કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. પોષણ માસ અંતર્ગત કલોલ અને સાણંદ તાલુકાના 8 નંદઘરમાં ચેતના સંસ્થા દ્વારા ICDS વિભાગ સાણંદના સહયોગથી પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કુલ 526 મહિલાઓ, કિશોરીઓ અને બાળકો સહભાગી બન્યા હતા. સાણંદ સીડીપીઓ લીલાબેન દ્વારા પોષણ અને ટેક હોમ રેશન વિષે વાત કરવામાં આવી હતી. તેમજ દીપિકા પરમાર (ક્લસ્ટર કો-ઓર્ડીનેટર- ચેતના) દ્વારા નંદઘર પ્રોજેક્ટ ની કામગીરી તેમજ પોષણથાળી વિષે વાત કરવામાં આવી હતી. છાયા પટેલ(ચેતના)અને શીતલબેન ચૌધરી ICDS સુપરવાઈઝર દ્વારા ICDS ની સેવાઓ તેમજ THRમાંથી બનતી વાનગીઓ વિષે સગર્ભા બહેનો,ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓ ને સમજ આપવામાં આવી હતી.

પોષણ માસ કાર્યક્રમમાં મીનાબેન પુવાર (ચેતના), ગામના સરપંચ,ગામના આગેવાન,બ્લોક કો-ઓર્ડીનેટર કોમલ બેન (ICDS),આંગણ વાડી કાર્યકર, તેડાગર બહેન ઉપસ્થિત રહ્યા હતા. પોષણ માસ કાર્યક્રમની ઊજવણીમાં તર્નીસ્ઠા રે પ્રોગ્રામ ઓફિસર (ચેતના)નો સહયોગ પૂરો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...