તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સાણંદમાં વાહનની અડફેટે 2 ગાયો, 1 આખલાને ઈજા

સાણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રખડતી ગાયો ડબ્બે પૂરવા જીવદયા પ્રેમીઓની માંગ

સાણંદ શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએ અજાણ્યા વાહન ચાલકોએ બે ગાયોને અને એક આખલાને અડફેટે લેતા ગાયોને ગંભીર ઈજાઓ થતા ગૌસેવક ટીમે અને જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત ગાયોને સારવાર આપી હતી.

પશુઓના રોડ પર અડીંગાને કારણે લોકોને હેરાનગતિ, તંત્ર આંખ આડા કાન કરે છ
સાણંદ એસટી સ્ટેન્ડ નજીક આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષ પાસે બુધવારે સાંજે ૫ કલાકે હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકે એક ગાયને અડફેટે લીધી. તેમજ રાત્રે 11 કલાકે સાણંદ એસટી સ્ટેન્ડ નજીક રોડ પર ગાયને અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરતા ગાયને પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બન્ને બનાવમાં ગાયોને પગમાં ગંભીર ઈજા થતા લોહી વેહવા લાગ્યું હતું. જેની જાણ સ્થાનિક જીવદયા પ્રેમીઓને અને ગૌસેવક ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને બન્ને ગાયને સારવાર આપી હતી.

તેમજ એસટી સ્ટેન્ડ નજીક અગમ્ય કારણોસર ઈજાગ્રસ્ત ગાયને સારવાર માટે ગૌસેવક ટીમે ભાભર ખાતે આવેલ ગૌશાળા ખાતે ખસેડી હતી. તેમજ સાણંદ તાલુકાના વાસણા ગામના બસ સ્ટેશન પાસે હાઈવે પર બે આખલાઓ સીંગડા ભેરવતા અજાણ્યા વાહનની અડફેટે એક આખલો આવી જતા તેને ગંભીર ઈજાઓ થતા ગૌસેવક ટીમે તેની સારવાર કરી હતી. સમગ્ર ઘટનામાં સાણંદ ગૌસેવક ટીમે અને સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. પશુ પ્રેમીઓની ઉગ્ર માંગ છે કે વધતા જતા પશુઓના અકસ્માતને નિવારણ કરાય. જો હાઈવે પર રખડતી અને અડ્ડો જમાવીને બેસતી ગાયોને ડબ્બે પુરવામાં આવે તો જ આવા અકસ્માતો નિવારી શકાશે.

અંત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સાણંદ શહેરના હાઇવે ઉપર પશુનો અડીંગો ઠેર ઠેર જામ્યો છે. જેને પગલે અકસ્માતના બનાવમાં નિર્દોષ પશુઓ તેમજ વાહન ચાલકોને ઈજા થવા પહોચે છે. ગત એક મહિનામાં શહેરમાં આશરે 10થી વધારે ગાયોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઈજાઓ થવા પામી છે.બીજી તરફ સાણંદ હાઇવે પર જીઆઈડીસી એકમો આવેલા છે. ત્યારે શહેરના હાઇવે બેઠેલ ગાયોના અડીંગાના કારણે ટ્રાફિક જામ થાય છે.

​​​​​​​વિરમગામ, માળિયા તરફ જતા વાહનોને પશુઓના આ અડ્ડાને કારણે હેરાનગતિ ભોગવવી પડે છે, પરંતુ આ અંગે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.​​​​​​​ જેના પરિણામો સાણંદની જનતાએ ભોગવવાના વારા આવ્યા છે. સાણંદના રહીશો દ્વારા આ હાઇવે પર રહેલા પશુઓને હાઇવે પરથી તાત્કાલિક દુર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો