તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકશાન:સાણંદના મટોડા, સરી સહિત અન્ય ગામોમાં ડાંગરના પાક બળીને ખાક

સાણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મટોડા,સરી સહિત અન્ય ગામોમાં કુદરતી આફતથી ડાંગરના પાકમાં નુકસાન. - Divya Bhaskar
મટોડા,સરી સહિત અન્ય ગામોમાં કુદરતી આફતથી ડાંગરના પાકમાં નુકસાન.
 • ‘બ્લાસ્ટ’ નામના રોગથી પાક બળીના ખાક થઈ જાય છે
 • 1500 વિઘા જેટલી જમીનમાં વાવેલો ડાંગરનો બળી જતાં ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો, ખેડૂતો ચિંતાતૂર બન્યા

ફરી એક વખત સાણંદ તાલુકાના ખેડૂતો ઉપર કુદરતી આફત આવી પડી છે જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાણંદના મટોડા, સરી સહિત અન્ય ગામોમાં તૈયાર કરેલ ડાંગરના પાકમાં રોગના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ. સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉનાળું ડાંગરની રોપણી કરાઈ છે. તાલુકાના ખેડૂતોના જણાવ્યા મુજબ ફૂગજન્ય રોગ તથા ‘બ્લાસ્ટ’ નામનો રોગ આવતાં ડાંગર બળી જાય છે અને ડાંગરના લોલીઓમાં ડાંગરનો દાણો 40% ભરાય છે અને 40% નથી ભરાતો.

સાણંદના ખેડૂતોએ મહા મહેનતે ઉનાળું ડાંગરની રોપણી કરી હતી જે પાક માટે ખાતર દવાઓ બિયારણ સહિત તથા મજુરી કરી પાક તૈયાર કરવા માટે ખેડૂતો કામગીરી કરી રહ્યા છે. જેમાં રોગ આવી જતા ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો હોય તેમ દેખાય રહ્યું છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સરી, મટોડા, પરવાડાના ગામોની આશરે 1500 વિઘા જેટલી જમીનમાં ડાંગરના પાકમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોને પશુપાલોકોને પશુઓને ખવડાવા માટે ઘાસચારો પણ શોધવો પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો