108 એમ્બ્યુલન્સની સેવા સરાહનીય બની:અમદાવાદ જિલ્લામાં 2022ના વર્ષમાં 108ના કર્મી 2,18,268 પરિવારના હમદર્દ બન્યા

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાંથી જ એક વર્ષમાં 1521 લોકોના 108માં કોલ

સાણંદ શહેર સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓની જરૂરિયાતો ત્વરીત પહોંચાડતી 108 એમ્બ્યુલન્સની સેવા સરાહનીય બની છે. ત્યારે ગત 2022ના વર્ષમાં 365 દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહી એક પલનો વિરામ કર્યા વગર અનેક પરિવારના જીવ બચાવનાર જીલ્લા 108ના ઇએમટી અને પાઇલોટ તેઓના દ્વારા કરેલી સુંદર કામગીરી જોઈએ તો ખાસ કરીને હૃદય હુમલાના કેસમાં 108 એમ્બ્યુલન્સમાં 16718 લોકોને સલામતી સાથે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

108ના નોંધનીય આંકડા પ્રમાણે આખા વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લાની તમામ એમ્બ્યુલન્સમાં મળીને 2022 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 218268 પરિવારમાં EMRI GREEN HEALTH SERVICE-108 દ્વારા ખુશી લહેરાવી છે. જેમાં સૌથી વધુ 36174 કેસ પેટના દુખાવાની સારવાર માટે લઇ જવાયા છે.

જિલ્લામાં રોડ અકસ્માત હોય કે હૃદય હુમલા રાત્રી દરમિયાન પણ સારવાર માટે ગણતરીની મિનિટમાં પહોંચતી 108 ની કામગીરીથી અનેક લોકોના વર્ષ દરમિયાન જીવ બચ્યા છે. જેમાં વિશેષ 108 એમ્બ્યુલન્સ ગામડાઓમાં સગર્ભા મહિલાઓ માટે જીવાદોરી સમાન રહી છે.

જિલ્લામાં કુલ 26136 મહિલાઓને સુરક્ષિત પ્રસ્તુતિ માટે 108 ના ઇએમટી અને પાયલોટ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જયારે સાણંદમાં 454 મહિલાઓને સુરક્ષિત પ્રસ્તુતિ માટે લઇ જવામાં આવ્યા હતા. જિલ્લામાં 23180 અકસ્માતના કેસ આવ્યા હતા. જ્યારે સાણંદમાં 336 કેસોમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. તેમજ અન્ય ઇમરજન્સી કેસોમાં ઇએમટી અને પાયલોટ દ્વારા તજજ્ઞ ડોક્ટરની ટેલિફોનિક મદદથી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત રીતે તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી લોકોના જીવ બચાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...