તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:સાણંદમાં એક જ દિવસમાં 614 લોકોએ કોરોના વિરોધી રસી લીધી

સાણંદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાણંદ સહિતના ગામોમાં કુલ @ 59524 જણે રસી મુકાવી

સાણંદ શહેર અને તાલુકામાં કોરોનાને હરાવવા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેને લઈને એક જ દિવસમાં 45 વર્ષથી વધુ વયના 614 લોકોએ કોરોનાને હરાવવા માટે વેક્સિન મુકાવી હતી. અત્યાર શહેર અને તાલુકામાંથી કુલ 59524 લોકોએ કોરોના વિરોધી રસી મુકાવી હતી. રાજ્યમાં વધતા જતા કોરોના કેસોને અટકાવા સરકાર દ્વારા કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સાણંદ શહેરમાં આરોગ્ય વિભાગે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લોકોને સરળતાથી મળી શકે તે માટે આરોગ્ય વિભાગે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.

રવિવારે સાણંદ શહેરના સી.એચ સી અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ તાલુકાના ઝોલાપુર, સનાથલ, ઉપરદળ, ઝાંપ, વિંછીયા, મોડાસર, વિરોચનગર અને ચેખલા વગેરે આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન કેમ્પમાં 45 વર્ષથી વધારે વયના 614 લોકોએ વેક્સિન લીધી હતી. જયારે અત્યાર સુધીમાં સાણંદ શહેર અને તાલુકાના અલગ અલગ ગામોમાંથી કુલ 59524 લોકોએ કોરોના વિરોધી વેક્સિન મુકાવી અને આ વેક્સિન સુરક્ષિત અને સલામત હોવાનો સંદેશો આપ્યો છે. તંત્ર દ્વારા કોરોનાને હરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો