સાણંદની અરેરાટીભરી ઘટના:7 માસના લગ્નમાં ઘરકંકાસથી પતિએ તીક્ષ્ણ હથિયારથી પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું

સાણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
દંપતીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
દંપતીની ફાઇલ તસવીર.
  • સાણંદના હોળી ચકલા વિસ્તારના ગઢવી વાસમાં દંપતી 4 દિવસ પહેલાં જ ભાડે રહેવા આવ્યું હતું
  • ઘરમાંથી દુર્ગંધ મારતાં પડોશીએ પોલીસને જાણ કરી, મોબાઇલ બંધ કરી પતિ ફરાર થઇ ગયો
  • દંપતીનું મૂળ વતન કચ્છનું રાપર, મૃત મહિલાના ભાઇએ બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી

સાણંદ વિસ્તારમાં હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પત્નીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ફરાર થઇ જતાં સમગ્ર સાણંદમાં ચકચાર મચી છે. ભાડાના મકાનમાં ચાર દિવસ પહેલાં રહેવા આવેલાં કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને હંસાબેન (પતિ-પત્ની)ના લગ્ન અંદાજે 12-7-2021ના રોજ થયા હતા અને અગાઉ સાણંદના કપૂર વાસ ખાતે રહેતાં હતાં.

ગુરુવારે સવારે પોણાદસ પહેલાં મકાનમાં દુર્ગંધ મારતાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ ઘરનું લોક ખોલાવીને જોતાં પથારી પર હંસાબેનનું ધડથી માથું અલગ કરી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી .પતિ મોબાઈલ બંધ કરી નાસી જતાં પોલીસની શંકાઓ પ્રબળ બની હતી. ઘટના બનતાં સાણંદ ડિવિઝનના ડીવાયએસપી કે.ટી. કામરિયા પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ચકો હિતેશભાઈ ગોહિલે હત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી હતી.
જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી હતી.

પતિની ધરપકડ બાદ હત્યાનું કારણ મળશે
પોલીસસૂત્રો જણાવ્યું હતું કે પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘરકંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી રહી છીએ. હત્યારો પતિ ઝડપાય ત્યાર બાદ હત્યાનું મુખ્ય કારણ સામે આવે તેમ છે.

દંપતી મૂળ કચ્છના રહેવાસી
હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે અને બંનેના લગ્ન ચાર માસ પહેલા જ થયા હતા અને હિતેશને સાણંદમાં ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયાં હતાં.

3 ટીમ બનાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ
સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી ખાંટે જણાવ્યું કે પતિ સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હત્યા બાદ પતિ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થયો છે, જેને ઝડપી લેવા સાણંદ પોલીસની અલગ અલગ 3 ટીમ બનાવી છે, સાથે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...