ન્યાયની માગણી:પાણી માગ્યું તો મોત મળશે : જુવાલ સરપંચના પતિની દાદાગીરી સામે સમગ્ર ગામ લાલઘૂમ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ સાણંદ મામલતદાર અને ટીડીઓના દ્વાર ખખડાવી ન્યાયની માગણી કરી

સાણંદ તાલુકાના જુવાલ ગામે મહિલા સરપંચના પતિએ જાણે આખું ગામે તેનું ગુલામ હોય તેવો વહેવાર કરી ધમકી આપતા સમગ્ર ગ્રામજનો લાલઘૂમ થઈ ગયા છે. અને એ જ દિવસે બાવળા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા પણ લાચાર ગ્રામજનોની વાત સાંભળવા કે સપોર્ટ કરવા તંત્રનો કોઈ અધિકારી નહીં ફરકતા છેવટે આ ગ્રામજનો એ સાણંદ મામલતદાર અને ટીડીઓના દ્વાર ખખડાવ્યા હતા. અને ન્યાયની માંગણી કરી હતી .

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે સાણંદ તાલુકાનાં જુવાલ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની રાવ છે પીવાનું પાણી સમયસર મળતુજ નથી. રોજ રાત્રે 2 વાગે પીવાનું પાણી આપવામાં આવે છે. વળી જુવાલ ગામે મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય રોજ સવારે ઊઠીને ખેતરમાં કામે જવાનું હોય ભારે મુશ્કેલી પડી રહી હોવાથી ગ્રામજનો મહિલાઓ સાથે ગામના મહિલા સરપંચ છાયાબેન સંજયભાઈ મકવાણાણે રજૂઆત કરવા ગયા હતા

જ્યાં તેમના પતિ સંજયભાઈ શંભુભાઈ મકવાણાએ ગ્રામજનોને અપશબ્દો બોલી હવે પછી પાણીની રજૂઆત કરવા આવ્યા છો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગ્રામજનો હકકા બક્કા રહી ગયા હતા અને બાવળા પોલીસ સ્ટેશને પહોચી જતાં પોલીસે માત્ર અરજી લેતા ગ્રામજનો વિલે મોઢે પરત ફર્યા હતા .

સોમવારે ગ્રામજનો મહિલાઓ સાથે બે ટ્રેકટરમાં સાણંદ પહોચ્યા હતા પ્રથમ મામલતદાર અને ત્યારબાદ ટીડીઓને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. અને પોતાની લાચારી વ્યક્ત કરી હતી . આ લખાય છે ત્યાં સુધી કોઈ નેતા કે અધિકારી આ ગ્રામજનોની વહારે ફરક્યો હોય તેવા અહેવાલ નથી. ત્યારે ચૂંટણી ટાણે પગે લાગી લાગીણે મત માંગતા આ નેતાઓ શું બાદમાં પ્રજાને પગે લગાડશે ? નેતાઓની આવા સમયે કોઈ ફરજ નથી ?

અન્ય સમાચારો પણ છે...