મેઘતાંડવ:અમદાવાદ જિલ્લામાં ભાદરવો ભરપૂર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંડલ શહેરમાં ઘોઘમાર વરસાદ વરસ્યો - Divya Bhaskar
માંડલ શહેરમાં ઘોઘમાર વરસાદ વરસ્યો
  • વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, સાણંદના સોયલામાં મંદિર પર વીજળી પડી

ધોળકામાં સાંજના 5 વાગ્યાથી ધોધમાર વરસાદ ચાલું થયો હતો. રાત્રી જેવું અંધારું થયુ હતું. ધોળકા શહેર તેમજ તાલુકાના ગામડામાં ધૂમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી હતી. 150થી 200 મીટરના અંતરે સ્પષ્ટ દેખાતુ નહોતુ. આથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખવી પડી હતી. ધોળકા ગામના આકાશમાં કાળા ડીબાંગ વાદળોનો જમાવડો થઇ ગયો હતો.

વિરમગામમાં પવન ગાજવીજ સાથે વરસાદ
વિરમગામમાં પવન ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણ આહલાદક થઇ જવા પામ્યું હતુ. ૩ દિવસથી વાતાવરણમાં અસહ્ય ગરમી હોવાથી, વરસાદી માહોલથી ઠંકડ પ્રસરી જતાં શહેરીજનોએ ભારે બફારામાંથી હાશકારો અનુભવ્યો હતો.ભાદરવાની શરૂઆતની સાથે સાણંદ પંથકમાં હવામાનમાં ગરમીનું પ્રમાણ વધતા ઉકળાટ અને બફારો પણ વધ્યો હતો ત્યારે શનિવાર સાંજે સાણંદ શહેરમાં એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ શુક્રવારે સાંજે 6:15 કલાકે તાલુકાના સોયલા ગામે આવેલ મેલડીમાંના મંદિરના શિખર પેર ધડકાભેર વીજળી પડતા મંદિરના શિખર ને નુકસાન થવા પહોંયું હતું.

સાણંદના સોયલામાં મંદિર પર વીજળી પડી
સાણંદના સોયલામાં મંદિર પર વીજળી પડી

જોકે કોઈ જાનહાની કે ઇજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ચાલુ સીઝનનો અત્યારે સુધીમાં સાણંદ તાલુકામાં આશરે 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.વિરમગામ શહેરમાં શનિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટા સાથે કાળા ડિબાંગ વાદળો ભારે પવન સાથે છવાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સામાન્ય વરસાદ વર્ષો હતો.ભાસ્કર ન્યૂ ધંધુકા વિસ્તારમાં સાંજના સમયે આકાશ કાળા ડિબાગ વાદળોથી છવાઈ ગયું હતું અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો થયો હતો વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી.

માંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે અસહ્ય ગરમી અને બફારા બાદ 4:00 વાગ્યે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. લગભગ 1 કલાક સુધી ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાંપાણી ભરાઇ ગયા હતા. તેમજ અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા. ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં માંડલ શહેરીજનો તથા માંડલ ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...