તપાસ:રૂપિયા1.30 લાખ જેને ઉછીના આપ્યાં હતા તેણે હત્યા કરી લૂંટ્યાં

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના ચેખલા ગામે વૃદ્ધની હત્યા અને લૂંટ કરાઇ હતી
  • આરોપી રૂ.46500ની મતાની લૂંટ કરી ફરાર થયા હતા

સાણંદના ચેખલા ગામ પાસે આદિગ્રિન્સ ફાર્મ ખાતે રણછોડભાઇ ભોજાભાઇ વાણિયાના ગરદનના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા મારી ગરદન કાપી નાંખી ખુન કરી કાનમાં પહેરેલી સોનાની કડીઓ આશરે 1 તોલા વજનની કિં.રૂ.30,000, દાંતમાં ચડાવેલ સોનાનુ કવર રૂ.10,000, સોનાની વિંટી કિ.રૂ.3,000, મોબાઇલ ફોન કિં.રૂ.500 તથા રોકડ રૂ.30000 મળી કુલ રૂ.46500ની મતાની લૂંટ કરી ફરાર થયા હતા. જે અંગે સાણંદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

પોલીસની ટીમ તપાસમાં હતી. તદરમ્યાન 2 શકમંદ ઇસમની પુછપરછ કરતા બન્ને ઇસમે ગુનાની કબુલાત કરતા વિષ્ણુભાઇ ઉર્ફે વિહાભાઇ ખેંગારભાઇ ચુનારા (હાલ રહે.રોપડા તળાવ, વેજલપુર) તથા અરવિંદભાઇ ઉર્ફે પકો પુનાજી ઠાકોર (હાલ રહે, શેરીસા તા.કલોલ)ને પકડી લુંટનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.

વિષ્ણુ ચુનારાની પુછપરછ દરમ્યાન જણાવેલું કે, પહેલા તે ચેખલા ગામ બસ સ્ટેન્ડ પાસે બેસતો ત્યારે તેની મુલાકાત મરણ જનાર રણછોડભાઇ ભોજાભાઇ વાણીયા સાથે થયેલી અને બાદ આ આરોપી વિષ્ણુ અવાર-નવાર તેને પૈસાની જરુર પડે ત્યારે રણછોડભાઇ પાસેથી હાથ ઉછીના પૈસા લેતો હતો.

ગઇ તા.28/10/2022ના રોજ વિષ્ણુ તથા અરવીંદ ઠાકોર બન્ને ભેગા થયેલા અને આ વિષ્ણુએ અરવીંદને જણાવેલું કે મેં રણછોડભાઇ પાસેથી રૂ.1,30,000 ઉછીના લિધેલા છે. તેમજ તેઓ કાનમા સોનાની કડીઓ તથા હાથમા સોનાની વીટીઓ પહરે છે જેથી તેની લૂંટ કરી ખુન કરવાનું કાવતરુ ઘડી બન્નએે રણછોડભાઇને ગરદનના ભાગે ધારીયાનો ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ પગ પકડી ઢસડી રોડની સાઇડમાં મુકી બન્ને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...