તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:તાલુકામાં થયેલાં કામો માટે ફરી ગ્રાન્ટ ફળવાઈ, 12 કરોડના કામમાંથી 1 કરોડથી પણ વધુનાં કેટલાંક કામો થઇ ચૂક્યાં છે

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણકોલ ગામે જોગણી માતાજી શેડ - Divya Bhaskar
માણકોલ ગામે જોગણી માતાજી શેડ
  • સાણંદ તાલુકા પંચાયતમાં બંધબારણે યોજાયેલ સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો

સાણંદ તાલુકા પંચાયતમાં બુધવારે બંધબારણે યોજાયેલ સામાન્ય સભામાં મંજુર થયેલ રૂ 12 કરોડના કામોમાંથી 1 કરોડથી પણ વધુના કેટલાક કામો થઇ ચુક્યા હોવા છતાં ફરીથી ગ્રાન્ટ ફાળવી મંજુર કરાયા હોવાના કોંગ્રેસના આક્ષેપના પગલે દિવ્ય ભાસ્કર ટીમે સમગ્ર મામલે રિયાલિટી ચેક કરવા ગ્રાઉન્ડ ઉપર જઈ તપાસ કરતા સાણંદના માણકોલગામે જોગણી માતાજીના મંદિરના શેડનું કામ જે સંપૂર્ણં થઇ ચૂક્યું હોવા છતાં તેના માટે રૂ ૩ લાખ નવેસરથી ફળવાયા છે.

લેખમ્બા ગામે ગટરનું કામ
લેખમ્બા ગામે ગટરનું કામ

આ જ ગામમાં રામાપીરના મંદિરે પેવર બ્લોકના કામ માટે આસામાન્ય સભામાં અઢી લાખ ફળવાયા છે પરંતુ આ કામ 18-19માં થઇ ચૂક્યું છે અને કામ પૂર્ણ થયાની તખ્તી પણ લાગી ગઈ છે બીજી તરફ લેખમ્બા ગામે જીણાભાઇ જેસીંગભાઇના ઘરેથી તળાવ સુધીની ગટરલાઇનનું કામ માટે બે લાખ ફળવાયા છે જે ગટરલાઇન પણ ક્યારનીય નંખાઈ ગઈ છે.

રામાપીર મંદિરમાં પેવર બ્લોક
રામાપીર મંદિરમાં પેવર બ્લોક

કોંગ્રેસ પાસે માહિતી માંગી છે : સાણંદ ટીડીઓ
સાણંદ ટીડીઓ એસ પી રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે થઇ ગયેલા કામો માટે ગ્રાન્ટ ફળવાઈ હોવાના કોંગી સદસ્યોની રજૂઆતને પગલે અમે વિગતવાર માહિતી મંગાવી છે વર્ક ઓર્ડર આપતા પહેલા સંપૂર્ણ તાપસ થશે.

અન્ય સમાચારો પણ છે...