તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચાંગોદર પાસેથી રૂ. ૨૦ લાખના બાયોડીઝલના જથ્થા સાથે 4 ઝબ્બે

સાણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 લાખના બાયોડીઝલના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ મળી 28.40 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત, ચાંગોદર પોલીસમાં 6 સામે ગુનો

સાણંદના ચાંગોદર વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી સતત ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે ત્યારે આવા તત્ત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચાંગોદર પોલીસે ચાંગોદર પાસે આવેલ બાલાજી મોટર્સમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો કરતા 4 ઈસમોને 28.40 લાખની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી લઇ કુલ 6 ઈસમો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ચાંગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ વી.ડી.મંડોરા, પો.કો. દિવ્યરાજસિંહ ગીરવતસિંહ, હે.કોજગદીશભાઈ ઠાકરશીભાઈને બાતમી મળે કે બાવળા સરખેજ હાઈવે રોડ નેવાઝ હોટલ પાસે સર્વિસ રોડની બાજુમાં આવેલા બાલાજી મોટર્સમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પ્રવાહી બહારથી મંગાવી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી ભરવાના પ્લાસ્ટિકના ટાંકા રાખી તેમાં જ્વલનશીલ પ્રવાહી પ્રવાહી ભારે ગેરકાયદેસર રીતે વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતો હોય છે

જેથી બાતમી વાળી જગ્યાએ ચાંગોદર પોલીસની ટીમે શુક્રવારે રાત્રે રેડ કરતા જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી લી. 30 હજાર જેની કિંમત 20.40 લાખ તેમજ ટેન્કર જેની કિંમત 4 લાખ અને કંન્ટેનર જેની કિંમત 4 લાખ મળી કુલ 28.40 લાખના મુદ્દામાલ સાથે રૂપકિશોર રામપાલસિંહ લોધી (રહે.ઉત્તરપ્રદેશ), રાજેન્દ્ર ભુરારામ ચૌધરી (રહે.નાના ચિલોડા, ગાંધીનગર જે બાલાજી મોટર્સનો માલિક), દિલીપકુમાર, ગણેશરામ શર્મા (રાજસ્થાન), લવકુશકુમાર બલવીરસિંહ લોધી (રહે.ઉત્તરપ્રદેશ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે પોલીસે ઝડપાયેલ ઈસમોની પુછપરછ કરતા રીતે જ્વલનશીલ પ્રવાહી વાહનમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવા માટે મંગાવેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે એક અજાણ્યો ઇસમેં તેમજ અનીલભાઈ નામનો ઇસમ હાજર નહી મળી આવતા કુલ 6 ઈસમો વિરૂદ્ધમાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...