તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ઘઉંના પાકની ખરીદી ટેકાના ભાવથી કરવા સાણંદના ખેડૂતોએ માગ કરાઈ

સાણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરરોજ ટેકાના ભાવે ૧-૨ ટ્રેક્ટર જ ખરીદવામાં આવતા હોવાની ફરિયાદ
 • 7 દિવસ પછી પોત પોતાના નિવાસ સ્થાને ખેડૂત આગેવાનો પ્રતિક ઉપવાસ કરશે

ખેડૂત સુત્રોએ પ્રાંત અધિકારીને કરેલ રજૂઆત મુજબ હાલ કોરોના વાઈરસ ના કારણે લોકડાઉન ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ખેડુતો ની હાલત ખુબ જ દયનીય અને નાજુક છે. આવી સ્થિતિમાં સાણંદ માર્કેટ યાર્ડ ખાતે વેપારીઓ મારફત 320/330 જેવા ટેકાથી નીચેના ભાવે ખેડુતો નુ અનાજ ખરીદી રહ્યા છે.એના કારણે ખેડુતો ને પોષણક્ષમ ભાવો નહિ મળવાથી પોતાનો સમય અને ભાડું  બરબાદ કરીને પોતાનું અનાજ ઘરે પાછું લાવવા મજબુર બને છે.જ્યારે બીજી બાજુ ખેડુતો ને ખરીફ પાકની તૈયારી ના ભાગરૂપે ખેડ,ખાતર,બિયારણ તથા મંડળીના ધિરાણના નાણાં ભરવા માટે પૈસાની આર્થિક સંકડામણ છે. અને સરકાર તરફથી પણ ખેડુતો માટે કોઈ આર્થિક સહાય કે પેકેજ જાહેર કરવામાં આવેલ નથી. આથી ખેડુત સંગઠન ગૃપ ના આગેવાનોની માંગણી છે કે ખેડુતો ના ઉત્પાદન થયેલ અનાજ ની વધારેમાં વધારે સંખ્યામાં ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે.અને જો ટેકાના ભાવથી ખરીદી કરી શકાય એમ ના હોય તો ભાવાંતર યોજના અમલ કરાવી તફાવત ની રકમ સીધી ખેડુત ખાતેદાર ના ખાતામાં જમા કરવામા આવે.આ ઉપરાંત ખેડુતો માટે આર્થિક સહાય કે રાહત પેકેજ જાહેર કરવામાં આવે.  જો ખેડુતો ની માંગણી ઓનો સ્વીકાર કરવામાં નહિ આવે તો સોશિંયલ ડિસ્ટન્સ નો ભંગ ના થાય એવી રીતે પોત પોતાના  નિવાસસ્થાને સાત દિવસ પછી ગાંધીચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસની ચીમકી  ઠક્કર શૈલેષભાઈ નટવરલાલ, કો.પટેલ રમેશભાઈ ગોકુળપુરા સહીત ના ખેડૂતોએ ઉચ્ચારી છે. પુરવઠા વિભાગના મેનેજર સાથે ટેલિફોન સંપર્ક કરતા જણાવ્યું હતું કે, દરરોજ 5-6 ટ્રેક્ટર બોલવામાં આવે છે આજે 8 ટ્રેક્ટર બોલાવાયા છે. અત્યાર સુધી 1 હજાર કવીન્ટલ જેટલાં જથ્થાની ખરીદી કરાઈ છે. મજૂરો વતન ગયા હોવાથી સૌથી વધુ મજૂરોનો પ્રશ્ન છે. તેઓને પરત લાવવા પ્રત્યનો ચાલુ છે. પ્રશ્નનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયાસો ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો