તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોનો આક્રોશ:દસક્રોઈના ખેડૂતોનો LPGની પાઈપલાઈનની કામગીરી સામે સાણંદ પ્રાંત કચેરીએ વિરોધ

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાણંદ પ્રાંત કચેરીએ દસક્રોઈ ખેડૂતોનો LPGની પાઈપલાઈનની કામગીરી સામે સખત વિરોધ દર્શાવ્યો હતો. - Divya Bhaskar
સાણંદ પ્રાંત કચેરીએ દસક્રોઈ ખેડૂતોનો LPGની પાઈપલાઈનની કામગીરી સામે સખત વિરોધ દર્શાવ્યો હતો.
  • દસક્રોઈથી પસાર થતી કંડલા – ગોરખપુરની ગેસની પાઈપલાઈનની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ
  • ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સહિત કોર્ટના દરવાજા ખખડાવાની તૈયારીઓ કરી

કંડલાથી ગોરખપુર વચ્ચે નાખવામાં આવતી રાંધણગેસના વહન માટે પાઈપ લાઈન નાખવાની કામગીરીને લઈને દસક્રોઈના તાલુકાના નાઝ , પીરાણા , પારડી –કાન્કજ , ટીંબા, ઓડ –કમોડ ગામના ખેડૂતો અને જમીન માલિકોએ સાણંદ પ્રાંત કચેરીએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને તંત્રના નિર્ણય સામે વાંધા રજુ કરી વિરોધ નોંધાવ્યો હતો. અને ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સહીત કોર્ટના દરવાજા ખખડાવાની તૈયારીઓ કરવાની તજવીજ હાથ ધરી છે.

સરકારના પેટ્રોલિયમ – ખનીજ જમીન વપરાશી હક્ક સંપાદિત કરતા ૧૯૬૨ની કલમ ૫(૨)માં કરવામાં આવેલ જોગવાઈ ને લઈને દસક્રોઈથી પસાર થતી કંડલા –ગોરખપુરની ગેસની પાઈપલાઈનને લઈને ખેડૂતો અને જમીન માલિકોને વાંધા અરજીની સુનવણી માટે નોટીસ પાઠવવામાં આવી હતી. બુધવારે આ નોટીસને લઈને સાણંદ પ્રાંત અધિકારીએ તેઓની કચેરીએ ખેડૂતો અને જમીન માલિકોને સુનાવણી માટે બોલાવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોને પોતાની જમીન માલિકીના પુરાવાઓ લઈને આવવા દરેકને સુચના આપવામાં આવી હતી. તેમજ નોટીસ આપેલ વ્યક્તિઓ જો હાજર નહિ રહે તો વાંધો અરજી અંગે કશુજ કહેવું નથી તેમ માની તંત્ર આગળની કાયદેસરની કાર્યવાહી કરશે તેવો સ્પષ્ટ નોટીસ પાઠવી સૂચનાઓ આપતા ખેડૂતો અને જમીન માલિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ અનેક ખેડૂતો અને જમીન માલિકોએ પોતાની જમીનમાં બાંધકામ તેમજ વેરહાઉસ ઉભા કર્યા છે તેઓના ઉપર તંત્રના આ નિર્ણયથી આભ ફાટી પડ્યું છે.ખેડૂતોનું કહેવું છે કે આ ગેસલાઈનને કારણે જમીનના ટુકડા થઇ જશે અને ખેતીની ઉપજોમાં ભારે નુકશાની વેઠવાના વાર આવશે તેમજ ખેડૂતો હાલ ખેતી માટે દિવસ રાત ખેતરે ઝુપડા બાંધીને રહેતા હોય છે ગેસ લાઈનના કારણે ખેતરમાં આવા રહેઠાણ બાંધવામાં પણ જોખમ ઉભું થશે.

ખેડૂતો અને જમીન માલિકોને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા પરંતુ ઉપસ્થિત ખેડૂતો અને જમીન માલિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યો હતો કે અધિકારી દ્વારા તમારો કોઈ વાંધો ચાલશે નહિ તેમજ વળતર માટે કોઈ વાત નહીં થઈ હોવાનું જણાવી તંત્રના એકતરફી નિર્ણયનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો અને જમીન માલિકોએ તંત્રની કામગીરીથી નારાજ થઈને આગામી દિવસોમાં કાયદાકીય લડત આપવા કોર્ટના દરવાજા ખખડાવાનો નિર્ણય લીધો છે.

ખેતીની જમીન બરબાદ થશે પણ વળતર નહિ
આ ગેસ લાઈનથી ખેતી બરબાદ થઇ જશે પણ વળતરની કોઈ વાત નથી ત્યારે ફક્ત ખેતી પર અમો નાભીએ છીએ ત્યારે અમારી કોઈ વાત સાંભળ્યા વગર સીધા હુકમ કરી દેતા આ અંગે અમારો ઉગ્ર વિરોધ છે.
> મહેશ પટેલ, ખેડૂત-નાઝ ગામ
અમારી મુશ્કેલી જોયા વિના નિર્ણય લેવાયો
અમારી મુશકેલીઓ જોયા વિનાજ સીધાજ આ અંગે અમને ઓર્ડર કરી દેવાયા છે. અમારી નુકશાનીનો કોઈજ વિચાર કરાયો નથી ત્યારે જો આ ગેસલાઈન નખાશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
> સુભાષભાઈ પટેલ, વેરહાઉસ માલિક –પીરાણા

અમારી જિંદગીની મૂડી બરબાદ થશે​​​​​​​​​​​​​

ખેડૂતોએ પોતાની મહામુલી જગ્યા , જિંદગીની મૂડી ખેતી માટે સાચવી છે ત્યારે જો અમારી જમીનો જશે તો એકે બાજુના નહિ રહે. જો ગેસ લાઈન નાખ્વીજ હોય તો કમોડ ગામ પાસે ઓએનજીસીની અગાઉથી નાખેલી લાઈનની બાજુમાં નાખવી જોઈએ એટલે નવી ખેતીની જમીન બરબાદ ના થાય.> ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, ખેડૂત –પારડી કાંકજ

અન્ય સમાચારો પણ છે...