માવઠાનો માર:સાણંદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર, ખેતીને વ્યાપક નુકસાનનો ભય

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ જીલ્લાના સાણંદ વિસ્તારમાં કમોસમી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થવા પામ્યો છે.

સાણંદ શહેર અને તાલુકાના ખેડૂતોને ચાલુ વર્ષે અનેક ખેડૂતોને ભારે મુશ્કેલીઓ તો પડી છે ત્યારે વર્ષના અંતે પણ ધરતી પુત્ર ઉપર વધુ આફતોનું વાદળ ઘેરાવા માંડયું છે. સાણંદ તાલુકામાં ગુરુવારે સમી સાંજથી વાતા વરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો શુક્રવારે સવાર સુધીમાં તો સાણંદ તાલુકાના અનેક ગામોમાં ઝરમર કમોસમી વરસાદ પડતા ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ સેવી રહ્યા છે. જો આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની અનકે શક્યતા ઓ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...