તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:નળકાંઠાનાં ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માગણી

સાણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નુકસાનની મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ તાત્કાલિક સહાય મંજૂર કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતોએ કરી છે

અમદાવાદ જીલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના તમામ નળકાઠાં વિસ્તારના ગામોમાં ડાંગરનો પાક પાણી વગર સો ટકા નિષ્ફળ ગયો છે. તેવા સંજોગોમાં મુખ્યમંત્રી સહાય યોજનાના હેઠળ તાત્કાલિક સહાય મંજુર કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતોએ ઉઠાવી છે. અમદાવાદના જીલ્લાના સાણંદના ખેડૂત આગેવાન મુખી રણસીભાઈ લાલજીભાઈ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે શરુઆતમાં ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ પડતા મોઘું ડિઝલ બાળી ટ્રેકટરો દ્વારા ખેતરોમાં ખેડાણ કરી ડાંગરના પાક માટે પુંખીને વાવેતર કર્યું હતું.

બાદમાં વરસાદ પડતા ડાંગરનો પાક ઉગી ગયો હતો. પરંતુ વરસાદ ખેંચાતા સમગ્ર વિસ્તારમાં ડાંગરનો પાક સો ટકા નિષ્ફળ ગયો છે. સાણંદ તાલુકાના ઉપરદળ, વનાળીયા, અણીયાળી,ઝાંપ, રેથલ, દદુકા, બકરાણા, કુંડલ, કુબા, ગોવિંદા, મેલાસણા, પાવા, હઠીપુરા, ઝોલાપુર, મખીયાવ, લીલાપુર, વગેરે જ્યારે બાવળા તાલુકાના ગામોમાં વાસણા, નાનોદરા, મેટાલ,કવલા, દેવધોલેરા, દેવથલ, ધરજી, મેણી, સંકોડા, શિયાળ, વેજી. કોઠા તલાવડી, મીઠાપુર, બગોદરા, ભામાસરા, કેશરડી, બલદાણા, લગદાણા, રણેસર, સહીત વિરમગામ તાલુકાના જેતાપુર, અસલગામ, નાની કીશોલી, મોટી કીશોલી, કાયલા, વેકરીયા, કરણઢ,રૂપાવટી, શાહપુર, કુમરખાણ, સુરજગઢ,થુલેટા વગેરે ગામોમાં 100 ટકા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. જેને લઈને ખેડૂતોને ભારે હાલકી ભોગવી રહ્યા છે.

તેવા સંજોગોમાં સમગ્ર વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને પશુધન માટે ઘાસચારો તેમજ પીવાના પાણી માટે નર્મદાના પાણીથી સમગ્ર વિસ્તારના તળાવો ભરવાની વ્યવસ્થા ઉભી કરવા માટે માંગ કરી છે. સાણંદ તાલુકામાં એક તરફ વરસાદ ખેંચાયો છે વળી હાલ કેનાલ પણ ખાલીખમ છે વળી સાણંદના છેવાડાના ગામોમાં સિંચાઈ માટેના પાણીની યોગ્ય સગવડ ન હોવાના કારણે અનેક ગામોના ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...