તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી હોબાળો:સાણંદ APMCમાં ઘઉંની હરાજીમાં પોષણક્ષમ ભાવ નહીં મળતાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી

સાણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખેડૂતોએ એપીએમસીમાં પ્રવેશવાનો ગેટ બંધ કરી દીધો હતો. - Divya Bhaskar
ખેડૂતોએ એપીએમસીમાં પ્રવેશવાનો ગેટ બંધ કરી દીધો હતો.
 • સાણંદ APMCમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે હોબાળો : 2 કલાક સુધી હરાજી બંધ રહી

સાણંદ એપીએમસીમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘઉંની હરાજી મુદ્દે હોબાળો થતા અંદાજીત 2 કલાક સુધી ઘઉંની હરાજી બંધ રહી હતી ત્યાબાદ એપીએમસીના ચેરમેન અને ડીરેક્ટરની ઉપસ્થિતીમાં વેપારીઓએ બંધ હરાજી ફરીથી શરુ કરી હતી.

શુક્રવારે સાણંદ એપીએમસી ખાતે ઘઉંની હરાજી ચાલુ હતી તે દરમ્યાન અંદાજે સવારે મોટી સખ્યામાં સાણંદ, વિરમગામ તાલુકાના ખેડૂતો ઘઉંનું વેચાણ કરવા ટ્રેકટરો લઈને આવ્યા હતા. ચાલુ હરાજીમાં ખેડૂતોએ અને વેપારીઓ વચ્ચે ઘઉંની હરાજીમાં ભાવને લઈને હોબાળો થવા પામ્યો હતો. સાથે ખેડૂતોએ ઘઉંના વેચાણમાં પોષણક્ષમ ભાવ નહી મળી રહ્યા અને ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ઘઉંની વેપારીઓ દ્વારા ખરીદી કરતા હોવાનો આક્ષેપો કરી રોષ વ્યક્ત કર્યો હતો. બનાવને પગલે ખેડૂતો દ્વારા હરાજી બંધ કરાવી અને એપીએમસીના ચેરમેન અને ડીરેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.

બાદમાં રોષે ભરાયેલા ખેડૂતોએ એપીએમસીનો પ્રવેશ ગેટ બંધ કરી નાખ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સાણંદ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી ખેડૂતોને સમજાવી ગેટ ખોલાવ્યો અને મામલો શાંત પાડ્યો હતો. અંતે બપોરે 2 કલાકે સાણંદ એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ સોલંકી, ડીરેક્ટર દિલીપસિંહ બારડની ઉપસ્થિતમાં વેપારીઓએ ફરી હરાજી શરુ કરી હતી. જેમાં ખેડૂતોના આક્ષેપ અનુસાર ઘઉંના મણના 320થી 340 સુધીના ભાવો મળતા હતા.

જયારે ફરી હરજી શરુ કરતા અલગ અલગ ઘઉંના માલ મુજબ 340થી 441 સુધીના ભાવ આવ્યા હતા. બીજી તરફ હરાજીમાં હોબાળાને લઈને સાણંદ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. અંત્રે નોંધનીય છે કે અગાઉ ૧૬ માર્ચના રોજ સાણંદ એપીએમસીમાં ખેડૂતોએ પોષણક્ષમ ભાવને લઈને હરાજી બંધ કરાવી હતી અને ખેડૂતોએ રેલી કાઢી સાણંદ નાયબ મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો