સાણંદ તાલુકામાં ત્રીજીવાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જેમાં સાણંદના કોદારીયા ગામના ખેડૂતને ખેતીમાં પૈસાની જરૂર પડતાં સાણંદના મટોડા ગામે વ્યાજનો ધંધો કરતી મહિલા અને તેના 2 પુત્ર અને મહિલાના ભાઈના દીકરા પાસેથી ખેડૂતે 48.50 લાખ લીધા હતા. જેને વ્યાજ ચૂકવવા છતાં જમીન વેચવાની ધમકીઓ આપતા અંતે ખેડૂતે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કોદારીયા ગામે વર્ષ 2018માં મટોડાના કાનીબેન ગોવિંદભાઇ કો.પટેલ પાસેથી ખેડૂતે રૂ.19.5 લાખ સાડા 3 તથા 4 ટકાના વ્યાજે લીધેલા અને ખેડૂત તેઓને દર માસે રૂ.61,500 વ્યાજ આપતો હતો. તથા કાનીબેનને રૂ.5 લાખના કુલ 8 ચેક આપ્યાં હતા અને તેનુ પણ સાડા 3 ટકા લેખે ખેડૂત કાનીબેનને દર માસની 22 તારીખે વ્યાજ આપતો હતો.
કાનીબેનના પુત્ર મુકેશભાઇ અને નરેશભાઈ પાસેથી વ્યાજે અંદાજે 48.50 લાખ રૂપિયા લીધા હતા. અને ભોગ બનનાર ખેડૂતે રૂ.73,31,400 વ્યાજ ચુકવેલું હોવા છતા આ કાનીબેનને હજુ તમારા રૂ.40 લાખ મુડી બાકી હોવાનુ જણાવી ઉધરાણી કરતી હતી. ખેડૂતે વ્યાજ ભરવા માટે આશરે સાતેક તોલા સોનુ ગીરવે મુકી વ્યાજ ભરેલ છે અને ખેડૂત વ્યાજમાં વધારે ડુબી જતા તેની જમીન વેચીને વ્યાજખોર લોકોનું વ્યાજ ભરેલું હતુ. છતાંપણ ઊઘરાણી કરતા ખેડૂતે ફરિયાદ નોંધીવી હતી. પોલીસે મહિલા સહિત 4 લોકોની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.