ગ્રામ પંચાયત ચૂંટણી:સાણંદ તાલુકાની વાસણા(ઈ) ગ્રામ પંચાયતમાં આઝાદી સમયથી ચૂંટણી જ યોજાઈ નથી

સાણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રેષ્ઠ ગામ તરીકેનો એવોર્ડ વાસણા ગામને મળ્યો છે, કાણેટી ગામમાં 25 વર્ષથી ચૂંટણી યોજાઇ નથી

ગ્રામ સ્વરાજના વિચારમાં ખરા અર્થમાં પ્રાણ પુરતી પ્રણાલી એટલે સમરસ ગ્રામ પંચાયત જ્યાં તારું મારું એક બાજુ મુકીને સમગ્ર ગામનું હિત જોવામાં આવે છે અને ગામ માટે એકસંપ થઈને સર્વાનુમતે સરપંચ અને અન્ય હોદ્દેદારો ચૂંટવામાં આવે છે. સાણંદ તાલુકામાં પણ કેટલીક ગ્રામ પંચાયતો વર્ષોથી સમરસ થતી આવી છે અને ચાલુ ચૂંટણીમાં પણ આ પરમ્પરા ને જાળવી રાખવામાં આગેવાનો સફળ રહ્યા છે જેમાં સાણંદ તાલુકાની વાસણા (ઈ) ગ્રામ પંચાયત અને કાણેટી ગ્રામ પંચાયતો ફરી એકવાર સમરસ થઇ છે .

ગુજરાતના શ્રેષ્ઠ ગામ તરીકેનો એવોર્ડ વિજેતા ગામ એવા સાણંદની વાસણા (ઈ) ગ્રામ પંચાયતની વાત કરીએ તો પંચાયતી રાજ આવ્યું ત્યારથી એટલેકે 1963થી આ ગામમાં ચૂંટણી યોજાઈ નથી આ વર્ષે પણ આ ગામના આગેવાન અને જીલ્લા સદસ્ય જે પી વાઘેલા , તાલુકા સદસ્ય કિરીટસિંહ વાઘેલા અને અન્ય ગામ આગેવાનોના પ્રયત્નો થી સરપંચ તરીકે પ્રફુલ્લાબા અર્જુનસિંહ વાઘેલા અને ઉપસરપંચ તરીકે વિરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલાની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી . ભાઈચારા અને સંપથી આ ગામે અપ્રતિમ વિકાસના ફળ ચાખ્યા છે ત્યારે ગામની એકતા અન્ય ગામો માટે દાખલારૂપ છે.

બીજી તરફ સાણંદ તાલુકાની કાણેટી ગ્રામ પંચાયત કે જે ગામ આગેવાનો પૂર્વ એપીએમસી ચેરમેન જીતેન્દ્રસિંહ વાઘેલા , દિવાનસિંહ વિસુભા વાઘેલા, ધર્મેન્દ્રસિંહ હનુભા વાઘેલા , કિશોરસિંહ માનસિંહ વાઘેલા વી પ્રયત્નોથી સતત 25માં વર્ષે સમરસ થઇ હતી જેમાં સરપંચ તરીકે મઘીબેન પ્રતાપજી ઠાકોર અને ઉપસરપંચ તરીકે નયનાબા જીતેન્દ્રસિંહ વાઘેલાની સર્વાનુમતે નિમણુક કરાતા ગામ લોકોએ વધાવી લીધા હતા.

માંડલ તાલુકાની 5 ગ્રામ પંચાયત સમરસ જાહેર
માંડલ તાલુકાના માનપુરા ગ્રામ પંચાયત સમરસ થઇ છે. તેમાં સરપંચ તરીકે ગજરાબેન ગલાબજી ઠાકોર તથા રખીયાણા ગામના સરપંચ તરીકે ખોડાભાઈ પ્રમોદભાઈ વરણી અને નવાગામના સરપંચ તરીકે શંકરભાઈ રણછોડભાઈ જાદવની વરણી થઈ છે. કરસનપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન એચ ઠાકોરની વરણી થઇ છે. માંડલ ગામ પંચાયત વોડ નંબર 5ના સદસ્ય ઉમેદવાર બેલીમમકબુલહૂસેન ઉસ્માન ગનિ બિનહરીફ જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...