તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચાંગોદરમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 1 આરોપીની ધરપકડ કરી 1.45 લાખનો મુદ્દામાલ કબજે

સાણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સાણંદના ચાંગોદર જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર ધંધા માટે જાણીતું બની ગયું હોય તેમ ચાંગોદરના શ્યામ એસ્ટેટના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઘી બનવાનું કારખાનું અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે ઝડપી એક ઈસમને દબોચી લીધો છે.

સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાના પીઆઇ ડી. એન પટેલને આપેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન અનુસંધાને સાણંદ તાલુકાના ચાંગોદર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન હે.કો. મનુભાઈ વજુભાઇ ને ચોક્કસ બાતમી મળેલ કે આરોપી શૈલેષભાઇ રમેશભાઈ સોલંકી (હાલ રહે. વસ્ત્રાલ અમદાવાદ મૂળ. મેસર જી. પાટણ) વાળો સાણંદ તાલુકાના ચાંગોદર શ્યામ એસ્ટેટ વિભાગ એક ગોડાઉન નંબર બે ખાતે ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરે છે,

જેથી અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી અલગ અલગ પ્રકારના તેલ, વનસ્પતિ ઘી, નંદી બ્રાન્ડ ઘી ફૂલ, બનાવટી ઘી ભરેલ અમુલ, સાગર, બ્રાન્ડના 500 મિલી ના પાઉચ અને પેકીંગ કરવાનું મશીન તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ કીં.1.34.295ના મુદ્દામાલ સાથે શૈલેષભાઇ રમેશભાઈ સોલંકીને ઝડપી લીધા હતા. સમગ્ર ઘટના ને લઈને ઝડપાયેલ ઈસમ વિરુદ્ધમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં વિવિધ ઈ. પી. કો કલમ અને ટ્રેડ માર્ક એક્ટ તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો