માંગ:સાણંદમાં માર્ગો પર ડમ્પર ચાલકો બેફામ થતા રાહદારીઓ પરેશાન

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદાનું સરેઆમ ઉલ્લઘન કરતાં ડમ્પર ચાલકો

સાણંદમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો સાણંદ સરખેજ, ચાંગોદારના માર્ગો સહિત હાઇવે પર ઓવરલોડ કપચી, રેતી, માટી ભરી માતેલા સાંઢ માફક જતાં હોવાના કારણે અકસ્માત ભય લોકોને રહેલો છે. ત્યારે સરેઆમ નિયમોનું ઉલ્લઘન કરતાં ડમ્પર ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા શહેરીજનોએ માંગ કરી છે.

સાણંદ શહેર તેમજ ચાંગોદાર વિસ્તાર અને તાલુકાના ગામડાઓમાં રોડ ઉપર ડમ્પર ચાલકો બેફામ ડમ્પરો ચલાવી રહ્યા છે. આવા ડમ્પર ચાલકો તેના વાહનના નંબર પ્લેટ વગર અને ઓવરલોડ વજન ભરી જતા હોવાથી રોડ પર ચાલતા ખૂલ્લા વાહનો બાઇક, છકડા સહિતના વાહનચાલકો ઉપર રેતી, માટી ઉડતા મુસીબત ઉભી થાય છે.

વળી આવા ડમ્પર ચાલકો આરટીઓ ના નિયમને નેવી મૂકી દોડતા હોય છે. સાણંદ શહેર અને તાલુકામાં ગામડાના રોડ ઉપર પર પૂરઝડપે પસાર થતા ડમ્પર ચાલકોને જાણે જિલ્લા ટ્રાફિક, સાણંદ, ચાંગોદાર, જીઆઈડીસી પોલીસની ટ્રાફિક પાખનો કે આરટીઓનો અને કાયદાનો સહેજ પણ ડર ના હોય તેમ સ્થાનિકોને લાગી રહ્યું છે. અગાઉ સાણંદ શહેરમાં અને તાલુકાનાં ગામડા વિસ્તાર્ન ચાંગોદર વિસ્તારમાં આવા ડમ્પર ચાલકોના કારણે અકસ્માતની ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...