ભવ્ય ઉજવણી:સાણંદમાં ડૉ. બાબાસાહેબની 131મી જન્મ જયંતિની ઉજવણી, લોકો બાઈક રેલીમાં જોડાયા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. - Divya Bhaskar
સાણંદમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાણંદ તાલુકા દ્વારા વિશ્વ વિભુતિ મહામાનવ અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની તા.14 એપ્રિલે 131મી જન્મ જયંતિની સાણંદમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં કાર્યક્રમમાં સાણંદ શહેર અને તાલુકાના અલગ અલગ ગામડાઓના લોકો સવારે 9 કલાકે સાણંદ બસ સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમાએ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. અને સૌ લોકોએ બાબા સાહેબની પ્રતિમાંએ ફૂલહાર કર્યા હતા. ડીજેના તાલ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સાણંદથી નીકળીને રણમલગઢ, ગોરજ તેમજ શ્રીનગરના પાટિયા થઈ કુંવાર ગામે પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાયા હતા. અને કુંવાર ગામે પહોંચીને રેલી સભાના સ્વરૂપેમાં પરિવર્તિત પામી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું આયોજન જય ભીમ યુવા સંગઠન કુંવાર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાણંદ તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. બીજી બાજુ રેલી અને સભાને લઈને સાણંદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાણંદ તાલુકા અનુ. જાતિના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિતિ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...