તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરી માળખું મજબૂત કરવા હાકલ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં કોંગ્રેસની કારોબારી યોજાઇ
  • 2022માં કોંગ્રેસને બહુમતી મળે તે દિશામાં કામ કરવા માર્ગદર્શન અપાયું

જિલ્લા કોગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતિની મિટિંગ શનિવાર ના રોજ સવારે 11-વાગે જીલ્લા કોગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલાના અધ્યક્ષતામાં સાણંદ ખાતે યોજાઈ આ મિટિંગમાં ગુજરાત બક્ષીપંચના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, જીલ્લા પંચાયત પૂર્વ વિપક્ષ નેતા અમરસિંહ સોલંકી, સેવા દળના કિરણ પ્રજાપતિ પ્રદેશ મંત્રી સર્વ બળવંતસિંહ ગઢવી, મહેન્દ્રસિંહ પઢેરીયા, કાન્તિભાઈ પ્રજાપતિ, ગૌતમભાઈ રાવલ, જયેશભાઈ ચાવડા, સુફીયાન મલેક, મહાદેવભાઈ, જશુભાઈ સોલંકી તાલુકા/ શહેર કોગ્રેસના પ્રમુખો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો જીલ્લા કોગ્રેસના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કારોબારી માં પુષ્પો દ્વારા સ્વાગત સાણંદ શહેર કોગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા જીલ્લા મહામંત્રી કનુભાઈ ઠકકરે કરેલા કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી દેવેન્દ્રસિંહ સિંધવે કર્યુ હતુ. મગનભાઇ જાદવ મહામંત્રી અમદાવાદ જિલ્લા કોગ્રેસ ઉપસ્થિત હતા.મિટિંગમાં વર્તમાન સરકાર ની નિષ્ફળતાઓ, પ્રજા વિરોધી નીતિ મોંઘવારી સહિતના પ્રશ્નો લઈ લોકો સમક્ષ જવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...