સાણંદના કોલટના એંકલેવમાં રહેતા સાધ્વીને ગૌશાળા માટે જમીન વેચાણ રાખી આપવા સાણંદમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં ઇસમે રૂ.85 લાખનો ચૂનો ચોપડતા સમગ્ર ઘટનાને લઈને સાધ્વીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને અરજી કરતાં ચાંગોદર પોલીસે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાણંદના કોલટ ખાતે આવેલ ગુલમહોર ગ્રીન્સના એંકલેવ ખાતે રહેતા કુશલકુમારી એમ. સાધ્વી મહાસતીજીએ ગત. 17 ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને અરજી કરી હતી
જેમાં સ.ન 2016 માં કુશલકુમારી અને વિદીતાકુમારી મહાસતીજી સાણંદમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને સમાજસેવા અને ગૌસેવાના કામ માટે બહાર જવાનું થતું હોવાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં સાણંદ રૂષિ કોલોની ખાતે રહેતા દિલિપભાઈ મૂળજીભાઈ ચૌહાણના વાહનો ભાડે લઈ જવા દિલિપભાઈના સંપર્ક થયો હતો અને ઘણીવાર ગાડી દિલિપભાઈની ભાડે લઈ જતાં હતા જેથી તેઓને મળવાનું થયેલ તે સમયે સાધ્વીને સાણંદ તાલુકામાં ગૌ શાળા માટે જમીન વેચાણ રાખવાની હોવાથી દિલિપભાઈને જમીન વેચાણ લેવા વાત કરી હતી
અને દિલિપભાઈએ જમીન વેચાણ આપવા કહેલ અને કોલટ રહેણાકે ટ્રસ્ટમાં જોડાવા આવતા હતા અને ગૌશાળા માટે દિલિપભાઈએ નળ સરોવર તરફ એક એકર જમીન બે થી અઢી લાખ રૂ. મળે છે તેમ વાત કરી હતી અને દિલિપભાઈએ એપ્રિલના 2017 થી નવેમ્બર 2018 સુધીમાં કુલ રૂ.85 લાખ આપેલ અને અને દિલિપભાઈએ માખીયાવની સીમમાં જમીન બતાવેલ જ્યાં જમીનનો ભાવ વધુ હોવાથી સાધ્વીએ જમીન લેવાની ના પાડી અને બીજા દિવસે દિલિપભાઈ પાસે રૂ.85 લાખની ઉઘરાણી કરતાં દિલિપભાઈ કહેવા લાગેલ કે તમારા રૂપિયા મે એક ભાઈને આપેલ છે તે ભાઈ મરી ગયા છે તેમ જણાવી રૂપિયા આપેલ નહીં અને દિલિપે 5 ટકા વ્યાજે રૂપિયા આપેલ હોવાનું સાધ્વીને જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.