તપાસ:વિરોચનનગર કેનાલમાંથી મળેલી લાશ ધોળકાની શિક્ષિકાની નીકળી : 12મીએ ગુમ થઇ હતી

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લિશ મીડિયમની શિક્ષિકા કડીની ખાનગી સ્કૂલમાં નોકરી કરતી હતી લાશ પરથી ઇજાના નિશાન મળ્યા હતાં, ટૂ વ્હીલર અને મોબાઈલ ગુમ

સાણંદના વિરોચનનગર પાસેની કેનાલમાથી તાજેતરમાં અજાણી યુવતીની લાશ મળી હતી. જે ધોળકાના કલિકુંડ વિસ્તારની શિક્ષિકા હોવાનું સામે આવ્યું છે જો કે આ શિક્ષિકા ધોળકાથી કઈ રીતે સાણંદના છેવાડાના વિરોચનનગર ગામની સીમની કેનાલ સુધી પહોચી તે પ્રશ્ન ઊભો થયો છે. જો કે હાલ જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની સીમમાંથી પસાર થતી નર્મદામાંથી એક અજાણી મહીલાની લાશ મળી આવતા સાણંદ જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને અજાણી યુવતીની લાશને બહાર કાઢીને પીએમ માટે ખસેડી હતી. ત્યારે આ અજાણી યુવતીના મોઢા અને કપાળના ભાગે ઇજાના નિશાનો મળી આવ્યા હતા.પોલીસે અજાણી યુવતીની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ માટે તપાસ કરતાં આ અજાણી યુવતી નેહાબેન શૈલેષભાઈ યાજ્ઞિક (ઉં.30) ધોળકાના કલિકુંડ વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે.

નેહાબેન કડી વિસ્તારમાં ઇંગ્લિશ વિષયના શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. અને 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને આશરે દોઢ વર્ષ પહેલા ડીવોર્સ થયા હતા. નેહાબેન તેના પિતાના ઘરે રહેતી હતી. ગત 12 ફેબ્રુઆરીએ નેહાબેન જયુપીટર સ્કૂટર , મોબાઈલ સાથે ઘરેથી નીકળી હતી અને ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ નેહાબેનની ચિંતા થતાં ધોળકા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની જાણ કરી હતી. પરિવારને નેહાબેન મળે તે પહેલા જ 13 ફેબ્રિઆરીએ સાણંદના વિરોચનનગરની કેનાલમાં લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે.

શિક્ષિકા નેહાબેન ધોળકા તેના ઘરેથી નીકળી ત્યારે જયુપીટર ટુ વ્હીલર અને મોબાઈલ ફોન સાથે નીકળી હતી, જ્યારે કેનાલમાં લાશ મળી તે જગ્યાએ શિક્ષિકાનો મોબાઈલ ફોન કે ટુ વ્હીલર ન મળ્યું હતું. જો કે કેનાલમાંથી લાશ મળી તે સમયે શિક્ષિકા નેહાબેનના શરીર પર ઇજાના નિશાનો પણ મળ્યા હતા. સાથે શિક્ષિકા ધોળકાથી કઈ રીતે વિરોચનનગર ગામની સીમની કેનાલ સુધી પહોચી તે પ્રશ્ન ઊભો થયો છે. પોલીસે પીએમ પણ કરાવ્યુ હતું. જો કે પી.એમ રિપોર્ટ બાદ જ શિક્ષિકા નેહાબેનના મોતનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે હાલ આત્મહત્યા કે હત્યા એ પ્રશ્ન વણઉકલ્યો છે

અન્ય સમાચારો પણ છે...