ભાસ્કર વિશેષ:સાણંદમાં દશામાની મૂર્તિના ભાવમાં 10%નો વધારો છતાં મૂર્તિ ખરીદવા બજારોમાં લોકોની ભીડ જામી

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતી કાલથી ભક્તિસભર માહોલમાં દશામાના વ્રતનો રંગેચંગે પ્રારંભ થશે

શ્રાવણ સુદ એકમથી શરુ થતા દશામાં વ્રતને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સાણંદની બજારોમાં માં દશામાંની નાની મોટી કલાત્મક મૂર્તિઓનું આગમન શરુ થઇ ગયું છે અને મૂર્તિઓની ખરીદી પણ શરુ થઇ ગઈ છે. આ વર્ષે આસ્થા સામે આવી મોંઘવારી નડી રહી હોવાનો સૂર વ્યાપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. તેમજ છતાં ખરીદીમાં ભીડ જામતા મૂર્તિ વિક્રેતામાં આશા જીવંત રહી છે. આગામી ૨૮ અને ૨૯મી જુલાઈ થી માં દશામાં ના વ્રત નો પ્રારંભ થશે. મૂર્તિમાં ભાવ માં 10 % વધારો સાથે શણગાર પણ મોંઘો થયો છે.

સાણંદ પંથક માં ભક્તિ આતુરતા થી દશામાં ના વ્રત ની રાહ જોઈ રહ્યા છે. જો કે આજે 28 મી જુલાઈ અમાસ અને શ્રાવણના એકમથી શરુ થતા માં દશામાં ના વ્રત પહેલા મૂર્તિ ખરીદવા બજારમાં છેલ્લી ઘડીએ ભીડ જામી હતી ખાસ કરી ચાલુ વર્ષે મૂર્તિ ના ભાવ માં પણ આશરે 7થી 10 % નો વધારો થયો છે અને માતાજી નો શણગાર પણ મોંઘો થયો છે. આ વચ્ચે સાણંદમાં વ્યાપારીઓ દ્વારા ચાલુ વર્ષે આશરે 1500 થી વધુ મૂર્તિઓ વેચાણ માટે મૂકી છે. એક ફૂટ થી લઇ 5 ફૂટ સુધી માતાજી ની પ્રતિમાં બજાર માં જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...