તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સાણંદ તાલુકામાં વરસાદ ખેંચાતાં સિંચાઈ માટે પાણી અને 12 કલાક વીજળી આપવા માગ

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ વાવણી કરી નાખી પરંતુ વરસાદ ખેંચાતાં ચિંતાતુર બન્યા છે
  • કિસાન સંઘ દ્વારા સાણંદ તાલુકાના પ્રમુખને રજૂઆત કરી

સાણંદ તાલુકામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરી પરંતુ વરસાદ ખેંચાતા તાલુકાના ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘ સાણંદ તાલુકાના પ્રમુખે ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને 12 કલાક વીજળી આપવા માંગ ઉઠાવી છે.

ભારતીય કિસાન સંઘ સાણંદના પ્રમુખ જગદીશસિંહ વાઘેલા (ખોડા ગામ)એ જણાવ્યું કે સાણંદ તાલુકામાં ચોમાસાની સિઝન ચાલુ થતા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોંઘા ભાવના બીજ, ખાતરથી ખેતરમાં વાવણી કરી નાખી છે. પણ વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોળી બની છે. જેથી અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખી ખેડૂતોને દિવસે સળંગ 12 કલાક વીજળી આપવા તેમજ ખેડૂતોના પાકમાં પ્રાણ પુરાય તે માટે કેનાલ દ્વારા શક્ય હોય તેટલું સિંચાઈનું પાણી આપવા માટે સરકાર પાસે તેઓએ માંગ કરી છે.

અંત્રે નોંધપાત્ર છે સાણંદ તાલુકામાં અનેક ગામોમાં ખેડૂતોએ વાવણી લાયક વરસાદ પડતા ખેતરોમાં ખેડાણ કરી વાવણી કરી નાંખી છે. ત્યારે જો સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો પણ આવી શકે તેમ છે. વરસાદની સીઝન હોઈ ખેડૂતોએ મોંઘા ભાવના બીજ, ખાતરથી ખેતરોમાં વાવણી કરી નાખી હતી. પરંતુ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...