તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસથી વંચિત:સાણંદના રેલવે સ્ટેશનને આધુનિક બનાવા માંગણી

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહ રેલવે સ્ટેશનની મુલાકાત કરે તો સ્ટેશનને વિકાસની હુંફ મળશે.
  • રોજ ૨૦ જેટલી ટ્રેનો પસાર થાય છે પણ માત્ર એક જ ટ્રેનનું સ્ટોપ

સાણંદ શહેરને સેટેલાઈટ સીટી તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. વળી ઔદ્યોગિક એકમો ક્ષેત્રે પણ વિકસિત થઇ રહ્યું છે. ત્યારે સાણંદ રેલવે સ્ટેશન વિકાસ વિકાસથી વંચિત રહ્યું છે. વળી પેસેન્જર ટ્રેનનું એક માત્ર હાલ પુરતું સ્ટોપ આપવાના કારણે પેસેન્જરોને ફરજિયાત કાલુપુર સ્ટેશન લાબું થવું પડતું હોવાથી ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

સાણંદના રેલવે સ્ટેશન ઉપર લોકોની અવરજવર પણ વધી છે. મોટી સંખ્યામાં લોકો રેલ્વેનો ઉપયોગ કરે છે. વર્ષો જુનું આ રેલ્વે સ્ટેશન ઉપર પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. બેસવા માત્ર ગણ્યાગાંઠ્યા બાંકડાઓ છે, પેસેન્જરો માટેનું પણ બિસ્માર હાલતમાં છે. શૌચાલય માં જતા પણ પેસેન્જરોને ડર લાગે તેવી સ્થિતિ છે. સાણંદ વિવિદ ક્ષત્રે પ્રગતીના પંથ ઉપર દોડી રહ્યું છે. ત્યારે સાણંદ રેલ્વે સ્ટેશનને ક્યારે આધુનીક બનાવવામાં આવશે ? સાણંદ થી સૌરાષ્ટ્ર, અમદાવાદ તરફ જતા દરરોજના મુસાફરો અને નોકરિયાત વર્ગ પણ ઘણો છે, પણ રેલ્વે સ્ટેશનનું ડેવલપમેન્ટ ન હોવાના કારણે લોકોને ભારે હેરાન ગતીનો ભોગ બનવું પડી રહ્યું છે.

2 વર્ષ અગાઉ સાણંદ રેલવે સ્ટેશન ઉપર સમારકામ કરી અમદાવાદ તરફ પેસેન્જરોને ઉભા રહેવા સગવડ કરી પણ પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ ઉભી નથી કરાઈ. રેલવે સ્ટેશન ઉપર હાલ માત્ર એક પેસેન્જર ટ્રેનનું સ્ટોપ આપવામાં આવ્યું છે. જેને લઈને શહેરીજનોને તેમજ પરપ્રાંતીય લોકોને અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે જવા મજબુર બને છે. તેવી જ રીતે સાણંદ સ્ટેશન ખાતે સ્ટોપ આપેલ ટ્રેનોનું સ્ટોપેજ પણ બંધ થતા પણ મુસાફરોને અમદાવાદ ઉતરવું પડે છે અને રાત્રીના સમયે વાહન મેળવવા પણ મુશ્કેલ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...