રજૂઆત:સાણંદ- બાવળા વિસ્તારના તળાવ ખેડ કરી ઊંડા કરવા માગ

સાણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીમાં પાણી સુકાયા હોવાથી ચોમાસામાં તળાવોમાં નવા નીર આવે તો ભુગર્ભ જળ જમીનમાં ઊતરે

બાવળા તાલુકા અને સાંણદ તાલુકાના ગામડાઓ માં તળાવ આવેલ છે તે ઉનાળાની ગરમીને કારણે પાણી સુકાય ગયા છે . જે તળાવ ના કાંઠે ગામની બહેનો કપડાં ધોવે છે ત્યારે કપડાં માં સાબુ નો ઉપયોગ કરવાને કારણે પાણી ની સાથે સાબુ તળાવમાં જવાને કારણે તળાવ માં સાબુ માં જે સિલિકેટ હોય છે તળાવ ની નીચે ના ભાગ સિલિકેટ નું પડ બાને છે જે તળાવ નું પાણી જમીન ઉતરવા દેતું નથી એટલે હાલ જે તળાવ બાવળા સાંણદ તાલુકા ના ગામડા માં સુકયેલ તળાવ માં ગામના સરપંચ અને તલાટીની રાહબરી હેઠળ તળાવમાં ટેક્ટર થી ખેડ કરવા માટે સાંણદ તાલુકા વિકાસ અધિકારી અને બાવળા તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં જાણ કરી ને હાલમાં અમદાવાદ જિલ્લા ના ગમ્ય વિસ્તાર માં હાલમાં જમીનમાં ભુર્ગ જળ બહુજ 500થી 700ફૂટ નીચે ગયા છે.

ઔદ્યોગિક વિસ્તાર માં પાણી ના વધારે વપરાશ ને કારણે એટલે ગ્રામ્ય વિસ્તાર માં રિચાર્જ વેલ બનાવા તેમજ નવા જુના તલાવો ની પાળ ઉપર વુક્ષઓ વાવવા માટે સામાજિક કાર્યકર પ્રફુલભાઇ મેહતાએ બંને તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી .આ રજુઆત વિશ્વ પર્યાવરણ દિને પર્યાવરણ બચાવો ઝુંબેશ રૂપે કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...