સુરક્ષા વ્યવસ્થા વધશે:જિલ્લામાં 6 પોલીસ સ્ટેશનનું લોકાર્પણ: 5.5 કરોડના ખર્ચે તૈયાર કરાયા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર અને સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન સહીત નવનિર્મિત 6 પોલીસ સ્ટેશન, નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. જીલ્લામાં સી ટીમની રચના કરવામાં આવી છે.

ગુરુવારે સવારે 11 કલાકે સાણંદ તાલુકાના ચાંગોદર ગામે કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહે હસ્તે અમદાવાદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગની તેલાવ ખાતે કચેરી, ચાંગોદર, સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન નિર્મિત બિલ્ડીંગનું ઈ લોકાર્પણ અને કેરાળા, નળસરોવર, હાંસલપુર પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કાર્યક્રમ સ્થળે અમદાવાદ રેંજ આઈ.જી વિ.ચંદ્રશેખર, પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, ડીવાયએસપી કે.ટી.કામરીયા, એલસીબી પી.આઈ એચ.બી ગોહિલ, ચાંગોદર પી.આઈ. વી.ડી.મંડોરા, કલેકટર સંદીપ સાંગલે, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જીલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ સહીત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભુતકાળમાં ગુજરાતની છબી કરફયુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી. હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચા દ્વારા ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના દિશાદર્શનમાં ગુજરાત પોલીસ બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ સફળતાપૂર્વક આગળ વધી છે. પોલીસ દળની ‘સાયબર આશ્વસ્ત’, ‘વિશ્વાસ પ્રોજેકટ’, બોડીર્વોન કેમેરા જેવી પહેલથી રાજ્યના નાગરિકોની જાન-માલ સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં નવું બળ મળ્યું છે. કાર્યક્રમમાં અમદાવાદના જીલ્લાના બોપલ, સાણંદ, વિરમગામ, વિવેકાનંદમાં વિસ્તારમાં પોલીસની સી ટીમની રચના કરવામાં આવી છે. 20 મહિલાની આ ટીમને પોલીસ અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. દૂત એપ્લિકેશનનું લોન્ચિગ કરાયું હતું. દૂત એપ્લીકેશન એટલે કે કોર્ટ અને જીલ્લાના પોલસ સ્ટેશન વચ્ચેનો સેતુ જે લોકોના પ્રશ્નો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થશે, કોર્ટના પડતર કેસોનો ઝડપી નિકાલ લાવવામાં સાર્થક સાબિત થશે.

આ પોલીસ સ્ટેશન
જીલ્લાના સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની તેલાવ ખાતે કચેરી અંદાજે રૂ.1 કરોડ, ચાંગોદર પોલીસ સ્ટેશન રૂ.1 કરોડ, સાણંદ જીઆઇડીસી રૂ.2.41 કરોડના ખર્ચે તૈયાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...