તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા કેનાલમાં ગંદકી:સાણંદના ગોધાવી- શેલા વચ્ચેની કેનાલમાં માછલીઓના મોત

સાણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદની નર્મદા કેનાલમાં ગંદકી વધતાં જીવસૃષ્ટી જોખમમાં
  • અનેક ગામોમાં નર્મદાનું પાણી લોકોને પીવા માટે પૂરું પાડવામાં આવતું હોવાથી સ્થાનિકમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત

સાણંદ તાલુકાના ગોધાવીથી શેલા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકી વધતા હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી હતી. વળી આસપાસના ગામોમાં નર્મદાનું પાણી લોકોને પીવા અને વપરાશ માટે પૂરું પાડવામાં આવતું હોવાને લઈને સ્થાનિકમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે.

સાણંદના ગોધાવી, શેલા, તેલાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા ગૌણ કેનાલમાં દુષિત પાણી વધતા ગંદકીનું સામ્રાજ્ય પણ ઘણા સમયથી વધ્યું છે. રવિવારે આ કેનાલમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ગામોના લોકો હચમચી ગયા હતા. જેને લઈને વહેલી સવારથી કેનાલની આસપાસ લોકો પહોચ્યા હતા. કેનાલમાંથી અસંખ્ય માછલીઓના મોતથી કેનાલમાંથી દુર્ગધ ફેલાતા લોકોમાં રોગચાળો ફાટીનો ભય સતાવી રહ્યો હતો. સ્થાનિકએ નર્મદા કેનાલમાં સાફ સફાઈની માંગ કરી હતી.

બનાવ અંગે સરદાર સરોવર નર્મદા નિગમ યોજના નહેર વિભાગના ધોળકા ડિવિઝન 8ના અધિકારી પરિખ સાથે ફોનથી સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મેસેજ મળતા કેનાલનો એટલો વિસ્તાર ખાલી કરાવી નાખી, સાફ સફાઈ કરીને નવું પાણી ભરવાનું ચાલુ કરી નાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...